ભાવનગર કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે કુલ ૫ લાખ મતદારો

0
27
Share
Share

ભાવનગર,તા.૧

સ્થાનકી ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે હવે આજથી ભાવનગરમાં ઉમેદવારી પત્રોના ફોર્મ ઉપાડવાના શરૂ થશે તેને લઈ ભાજપ-કૉંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો નક્કી કરીને આગામી દિવસોમાં ફોર્મ ભરાશે. ભાવનગરમાં કોર્પોરેશન માટે આગામી ચૂંટણી જાહેર થતા તંત્ર વ્યવસ્થા લાગી ગયું છે. કોર્પોરેશનની ચૂંટણી શાખા દ્વારા ૪૬૯ મતદાન મથકની દરખાસ્ત પણ કલેકટર કચેરી મોકલવામાં આવી છે. મતદાન મથકો પર કુલ ૫,૧૫,૪૨૭ મતદારો આગામી તા.૨૧ ફેબ્રુઆરીના રોજ મતદાન કરશે.

જ્યારે ૨૬૨ સર્વિસ મતદારો પોસ્ટલ દ્વારા મતદાન કરશે. ભાવનગર કોર્પોરેશનમાં પુરુષ મતદારો ૨ લાખ ૬૫ હજાર ૪૯૫ અને સ્ત્રી ૨ લાખ ૪૯ હજાર ૮૦૩ તેમજ અન્ય મતદારો ૨૯ છે. જેમાં દરેકે વોર્ડ વાઇઝ જોઈતો જેમાં વોર્ડ નં.૧- ચિત્રા-ફુલસર ૪૦,૩૯૫, વોર્ડ નં.૨- કુંભારવાડા ૩૨,૪૨૧, વોર્ડ નં. ૩- વડવા બ ૪૧,૫૨૪, વોર્ડ નં. ૪- કરચલીયા પરા – ૪૬,૦૨૨, વોર્ડ નં.૫ – ઉ.કૃષ્ણનગર- ૩૯,૯૬૯, વોર્ડ નં. ૬- પીરછલ્લા – ૪૪,૦૩૨, વોર્ડ નં. ૭ – તખ્તેશ્વર-નવાપરા – ૩૯,૦૯૮, વોર્ડ નં.૮- વડવા અ – ૩૧,૨૩૬, વોર્ડ નં.૯ – બોરતળાવ – ૩૭,૮૧૨, વોર્ડ નં.૧૦ – કાળીયાબીડ-સીદસર – ૪૧,૫૩૦, વોર્ડ નં.૧૧- દ.સરદારનગર-તરસમિયા- ૩૫,૭૧૮, વોર્ડ નં.૧૨ – ઉ.સરદારનગર-અકવાડા – ૪૨,૨૧૧, વોર્ડ નં- ૧૩- ઘોઘાસર્કલ – ૪૪,૪૫૯ મતદારો છે જેમાં ૧૩ વોર્ડ પૈકી સૌથી ઓછા વોર્ડ નંબર ૮ વડવા અ માં ૩૧,૨૩૬ અને સૌથી વધુ વોર્ડ નંબર ૪ કરચલીયા પરામાં ૪૬,૦૨૨ મતદારો નોંધાયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here