ભાવનગર : આર્થિક ભીંસથી કંટાળી રીક્ષા ચાલકનો ફાંસો ખાઇ આપઘાત

0
26
Share
Share

ભાવનગર તા. ર૩

ભાવનગરમાં આર્થિક સંકડામણથી કંટાળી રીક્ષા ચાલકે ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.

શહેરના સુભાષનગર વિસ્તારમાં રાજપુતવાડી વિસ્તારમાં રહેતા શાંતીભાઇ ગોવિંદભાઇ બારૈયા (ઉ.વ. ૪પ) એ તેના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી.

મૃતક શાંતીભાઇ રીક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવતા હતા. લોકડાઉનમાં કામ ધંધો બંધ રહેતા તેને રીક્ષા વેચી પરિવારનું ગુજરાન ચલાવ્યુ હતુ. રીક્ષા વેચાઇ ગયા બાદ પણ બેકારી અથે આર્થિક ભીંસથી કંટાળી જઇ આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળેલ છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here