ભાવનગરમાં વરસાદને કારણે ઈમારત ધરાશાયી થતા એક વ્યક્તિ ઘાયલ

0
9
Share
Share

ભાવનગર,તા.૩૦

ભાવનગરમાં વરસાદને કારણે જર્જરિત ઈમારતનો ત્રીજો માળ ધરાશાયી થયો હતો. આ દૂર્ઘટનામાં એક વ્યક્તને સામાન્ય ઈજાયો પહોંચી છે. ભાવનગરમાં શહેરના ભરતનગરમાં ત્રણ માળિયાનો એક માળ ધરાશાયી થતા એક વ્યક્તિ દટાયો હતો. જો કે તેને સામાન્ય ઈજાઓ જ પહોંચી છે મોટી હોનારત થતા અટકી ગઈ હતી. ભરતનગરની આદર્શ સોસાયટી ત્રણ માળનો એક ભાગ તુટી પડ્યો હતો. વરસાદને કારણે જર્જરિત બનેલ ઈમારતનો માળ તૂટી પડ્યો હતો.

ત્યારે તૂટેલો કાટમાળ નીચે આવેલી દુકાન પર પડતા દુકાનને ભારે નુકશાન પહોંચ્યુ હતુ અને એક વ્યક્તિ કાળમાળ નીચે દટાઈ હતી જો કે સદ્દનસીબે કોઈ મોટી જાનહાની નથી થઈ. દટાયેલી વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here