ભાવનગરમાં રિવોલ્વરમાંથી ગોળીબાર કરી એક જ પરિવારની ૪ વ્યકિતનો સામુહિક આપઘાત

0
14
Share
Share

નિવૃત્ત ડીવાય.એસ.પી. નરેન્દ્રસિંહ જાડેજાનાં પુત્ર, પત્નિ તથા ર પુત્રીનાં મોત : પોલીસ તપાસનો ધમધમાટ

ભાવનગર તા. ૧૬

શહેરનાં વિજયનગર પ્લોટ નં. ૬૨૯ ખાતે રહેતાં નિવૃત્ત પોલીસ અમલદાર નરેન્દ્રસિંહ બી. જાડેજાનાં પુત્રએ તેમના પત્નિ તેમજ બે પુત્રીઓ સાથે રિવોલ્વરમાંથી ગોળીબાર કરી સામુહિક આપઘાત આચર્યાની વિગત બહાર આવતાં જીલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બનાવની જાણ થતાં નિલમબાગ પોલીસ મથકનાં પોલીસ ઇન્સ્પેકટર એ.બી. સીસોદીયા મદદનીશો સાથે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબ્જો સંભાળી વિસ્તૃત તપાસ હાથ ધરેલ હતી.

ભાવનગર શહેરનાં વિજયરાજનગર ખાતે પ્લોટ નં. ૬૨૯માં રહેતા પૃથ્વીરાજસિંહ એન. જાડેજા (૪પ) દ્વારા પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર પોતાની રિવોલ્વરમાંથી એક ગોળી પોતાનાં પાલતુ કુતરા પર ચલાવ્યા બાદ કુતરો મોત પામતા તેમણે રિવોલ્વરમાંથી એક પછી એક ગોળીબાર કરી પૃથ્વીરાજસિંહ તેમનાં પત્નિ શ્રીમતિ બીનાબા પી. જાડેજા (૪૩), પુત્રી યશસ્વીબા ૧૮ અને નંદીનીબા (૯) ને ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાની જાતે ગોળી ધરબી દઇ આપઘાત કરી લીધાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળેલ છે.

આજે સાંજના સમયે પોતાના નિવાસસ્થાને પૃથ્વીરાજસિંહ ત્થા તેમના પત્નિ અને પુત્રીના ગોળીબારથી કરવામાં આવેલ આપઘાતના બનાવ સમયે પિતા નિવૃત ડીવાય.એસ.પી. નરેન્દ્રસિંહ ગામડે ગયા હતાં. પૃથ્વીરાજસિંહ ભાવનગરમાં જમીન-મકાનનાં દલાલીનું મા એન્ટરપ્રાઇઝનાં નામથી કામ કરતા હોવાનું જાણવા મળેલ છે.

પૃથ્વીરાજસિંહ સામુહિક આપઘાતના કરૂણ કૃત્યને અંજામ આપતા પહેલા પોતાનાં કેટલાક મિત્રોને આપઘાત બાબતનો સંદેશા પાઠવ્યા હતાં. આ મેસેજ મળતાં કેટલાક મિત્રો પૃથ્વીરાજસિંહનાં ઘેર દોડી આવ્યા હતા  પરંતુ મિત્રો પહોંચે  તે પહેલા જ ઘરમાંથી એક-એક પછી એક ગોળીબારના ધડાકાઓ બહાર સંભળાયા હતા.

આ ઘટના બાદ પૃથ્વીરાજસિંહના ઘર પાસે લોકોના ટોળાઓ એકત્ર થવા લાગ્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતાં તપાસમાં મદદઅર્થે એફ.એસ.એલ.ની ટીમને પણ બોલાવવામાં આવેલ હતી. પોલીસ સૂત્રોમાંથી મળતા અહેવાલ અનુસાર પોલીસ પૃથ્વીરાજસિંહના ઘરમાં પ્રવેશી ત્યારે લોહીમાં લથબથ ચાર મૃતદેહો મળી આવેલ તેમજ પૃથ્વીરાજસિંહના હાથમાં સામુહિક આપઘાતમાં વપરાયેલ રિવોલ્વર મળી આવેલ હતી.

પોલીસે ચાર વ્યકિતના મૃતદેહોનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડેલ હતા. સામુહિક આપઘાતમાં એક જ રિવોલ્વરનાં ઉપયોગથી ચાર વ્યકિતનો આપઘાત શકય છે ખરો ? પ્રાપ્ત વિગત અનુસાર પૃથ્વીરાજસિંહના નામે હથીયારનો પરવાનો હોવાનું જાણવા મળેલ છે. પૃથ્વીરાજસિંહના મોટી પુત્રી યશસ્વીબા શૂટીંગ (નિશાનબાજીમાં નિષ્ણાત) ચેમ્પિયન હતી. નિવૃત્ત પોલીસ અમલદાર નરેન્દ્રસિંહ જાડેજાએ તેમની કારર્કિદી દરમ્યાન સારી ફરજો બજાવતા રાષ્ટ્રપતિ મેડલ પણ મેળવી ચૂકયા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here