ભાવનગર,તા.૧૯
ભાવનગર શહેરના ઘોઘાસર્કલ ખાતે ભાવનગર કલાસંઘ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ યુવા મતદારોને પ્રોત્સાહિત કરી લોકોને વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી. ડો.અશોક પટેલે જણાવ્યું હતું કે આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણીમાં લોકોને મતદાની જાગૃતિ આવે તે માટે કલેકટર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી તરફથી લોકોમાં રંગોળી દોરી મતદાન જાગૃતિ વધે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર ક્લાસંઘના અજય ચૌહાણ દ્વારા જાણવામાં આવ્યું હતું કે ભાવનગરના જે નવા મતદારો અને જે લોકો મતદાન કરવા બહુ જ ઓછા પ્રમાણમાં મતદાન કરવા જતાં હોય એની માટે મતદાન જાગૃતિ થકી જણાવવાનું છેકે, નવા મતદારોને કેવી રીતે મતદાન કરવું, આ રંગોળી સ્પર્ધામાં ૫૦ કરતાં વધારે સ્પર્ધકો જેમાં ૪ વર્ષથી લઈને ૫૦ વર્ષ સુધીના સ્પર્ધકોએ આ હરીફાઈમાં ભાગ લીધો છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૪૬૯ જેટલા મતદાન મથકો પર આગામી ૨૧ મી તારીખે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે લોકો ઇ.વી.એમ.ની પ્રણાલીથી વાકેફ થાય તેની જેવી આબેહૂબ રંગોળીઓ અવનવી પર્ટનમાં બનાવવામાં આવી છે.
જેમાં ૪ ઉમેદવાર પસંદ કર્યા બાદ રજીસ્ટરનું પીળું બટન દબાવવાનું ન ભૂલે સહિતની બાબતો અંગે લોકોમાં જાગૃતિ આવે તેમજ શહેરના વિવિધ વિસ્તારના નાગરિકો, બહેનો તથા નવા યુવા મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ લાવી વધુમાં વધુ મતદાન થાય તે અંગેનો આ એક પ્રેરક પ્રયાસ છે.