ભાવનગરમાં ગાયને હડકવા થતા થઇ બેકાબૂ

0
21
Share
Share

ભાવનગર,તા.૨૬
ભાવનગર શહેરમાં હાલમાં એક નહીં ચાર ગાયને હડકવા થયો છે. ગાયો રસ્તા પર હતી અને તેને જે રીતે હડકવા થયો અને રસ્તા પર આમતેમ ફરતી હતી ત્યારે આવતા જતા દરેકને ડર હતો કે કોઈને ઈજા પોહચાડે નહીં પરંતુ ગાયને હડકવા થવાથી તેનું મોઢું ખૂલ બંધ ખૂલ બંધ થાય છે અને ગોળ ગોળ રસ્તામાં તાકાત સાથે ફરે છે આવી પરિસ્થિતિમાં ગાયને બાંધવી ખૂબ જરૂરી બની જાય છે હવે વિચારો આ ગાયનું શુ કરવું જોઈએ. ભાવનગરમાં ચાર બનેલા બનાવમાં મહનગરપાલિકાના વેટરનરી વિભાગ દ્વારા ફાયરની મદદ લઈને ગાયને બાંધવાની કોશિશ થાય છે. ચાર બનાવમાં ફાયરની ટીમે એ જ કામ કર્યું છે.
મહામહેનતે ફાયરની ટીમ ગાયોને જે સ્થળે હોઈ ત્યાં બાંધવામાં સફળ રહી છે. દોરડા વડે ગાયને થાંભલા અથવા બાંધવાલાયક સ્થળે બાંધવામાં આવે છે માત્ર બાંધી દેવું ઉચીત છે. હડકવા થયેલી ગાયનો ઉપચાર ખરો અને શું કામ કરે છે લોકો વિરોધ અને શું અપીલ?ભાવનગરની ભીડભંજન મહાદેવ પાસે બે ગાયોને હડકવા થયેલો તો એક પાનવાડી પાસે ખૂટિયાને ત્યારે ભીડભંજન પાસે બાંધેલી ગાયને હડકવા થતા બેરહેમીથી બાંધ્યા સિવાય બીજો ઉપચાર નથી. કેમ કે જેમ કોરોના વેક્સિન નથી.
એમ ગાયને હડકવા થાય તો તેની કોઈ વેક્સિન કે દવા નથી. ત્યારે લોકો માનવતામુક્ત હોવાનું કહીને કામગીરીમાં વિલંબ કરે છે. આથી વેટરનરી અધિકારીએ જણાવ્યું હતું કે, હડકવા થયેલી ગાયને છુટ્ટી રાખીએ તો કંઈકને જાનહાની થઈ શકે. હડકવા ગાયને ક્યાંય લઈ જવી શક્ય નથી તેને બેભાન કરવાથી જીવ જઇ શકે છે તેવામાં સ્થળ પર રાખવી પડે છે અને કેટલીક કલાકોમાં તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here