ભાવનગરમાં કોરોના સંકટ વચ્ચે યુનિવર્સિટીમાં પરીક્ષાનો પ્રારંભ

0
24
Share
Share

ભાવનગર,તા.૧૭

કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને લઈને ભાવનગર યુનિવર્સિટી દ્વારા સરકારની ગાઈડલાઇન મુજબ આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે. ભાવનગર જિલ્લાના ૨૨૧૫ વિદ્યાર્થીઓ છ કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે તમામ પરીક્ષાર્થીઓને થર્મલ ગનથી ચેક કરી સેનિટાઈઝ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સના ભાગરૂપે એક ક્લાસમાં ૧૫ વિધાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોલેજ દ્વારા પરીક્ષાર્થીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં આવાસ યોજનાના ફોર્મ વિતરણમાં આજે બેંક બહાર લોકોની લાંબી લાઈનો લાગી હતી.

પરીક્ષાર્થીઓના મનમાંથી કોરોનાના ભયને દૂર કરવાના હેતુથી કુલપતિએ હાજર રહીને તમામ પરીક્ષાર્થીઓને આવકારી ફુલ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. ભાવનગર યુનિવર્સિટી દ્વારા અગાઉ કોરોનાને કારણે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેની પરીક્ષા યોજાશે. બાકીના વિદ્યાર્થીઓની પરીક્ષા બાદમાં યોજાશે તેવી જાહેરાત કરી હતી.

કોરોના મહામારી વચ્ચે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં અનુસ્નાતકની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. યુનિવર્સિટી સંલગ્ન ૧૩ જેટલી કોલેજોમાં પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. સ્વસ્થ અને તનાવમુક્ત વાતાવરણમાં કુલપતિ મહિપતસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં આજે નંદકુંવરબા કોલેજમાં પણ અનુસ્નાતક પરીક્ષાનો પ્રારંભ થયો હતો. પરીક્ષા આપવા પહોચેલા વિદ્યાર્થીઓનું કોલેજના પ્રવેશદ્વાર પર થર્મલ ગન વડે ચેકિંગ, સેનિટાઈઝ કર્યા બાદ ફ્રી માસ્ક આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here