ભાવનગરમાં આગામી રવિવારે બુરહાની ગ્રુપ દ્વારા મહારક્તદાન શિબિર

0
31
Share
Share

જસદણ, તા.૩

ભાવનગર મુકામે આગામી તા.૭ ફેબ્રુઆરી ૨૦૨૧ ને રવિવારના રોજ દાઉદી વ્હોરા સમાજના બુરહાની ગ્રુપ દ્વારા ૩૦ મી મહા રકતદાન શિબિર યોજાશે જેમાં સ્વૈચ્છીક રક્તદાતાઓને ઉમટી પડવા હાકલ કરાઈ છે.

ભાવનગરમાં નાતજાતના ભેદભાવ વગર હોસ્પિટલના કાર્યોમાં છેવાડાના લોકો સુધી નિઃસ્વાર્થ ભાવે મદદરુપ બનતું બુરહાની ગ્રુપ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી રક્તદાન કેમ્પ યોજી હજ્જારો રક્ત જરુરિયાત વાળા દદર્ીઓને કે મદદરુપ બને છે.

એમાંય ચાલું વર્ષ એટલે કોરોના વર્ષ સ્વભાવિક આ મહામારીથી ગુજરાતના મોટા ભાગના શહેરોમાં રક્તની જરુરિયાત રહીં છે અને સ્વૈચ્છીક વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના દિવંગત બાવનમાં દાઈ ડો. સૈયદના અબુલ કાઈદ જોહર મોહંમદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ) ની યાદમાં અને વર્તમાન ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) ડો. સૈયદના અબુ જાફૂસ્સાદિક આલીકદર મુફદ્દલ સૈફુદીન (ત.ઉ.શ.) ના સ્વાસ્થય અને દીર્ધાયુ અંગે ત્રીસમી મહા રક્તદાન શિબિર યોજાશે. જેમાં રક્તદાતાઓને ઉમટી પડવા હાક્લ કરવામાં આવી છે. રક્તદાતાઓએ રક્ત શિબિરોમાં લોહીનો દરિયો વહાવી દીધો જ હતો અને પોતાનો દેશપ્રેમ વ્યક્ત કર્યો છે ત્યારે ભાવનગરમાં બહારની વહોરવાડ નમી હોલ ખાતે સવારે નવ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી રક્તદાન કરવા અનુરોધ કરાયો છે.

જસદણમાં રવિવારે માત્ર મોતિયો-વેલના

આંખના દદરેનો નિદાન કેમ્પ યોજાશે

જસદણમાં આગામી તા. ૭ ફેબ્રુઆરી ૨૦૨૧ ને રવિવારે સવારે ૧૦ઃ૩૦ થી સાંજના૫-૦૦ વાગ્યા સુધી આંખના ફક્ત મોતિયો અને વેલના દર્દીઓ માટે એક વિનામૂલ્ય નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે.

તો મોટી ઉંમરના દરેક દર્દીઓ સમયસર પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવે આ કેમ્પમાં રાજકોટમાં રણછોડબાપુની હોસ્પિટલમાં હજ્જારો લોકોની આંખની સફળ શસ્ત્રક્રિયા કરનારા ડો.પાર્થ સત્તાણી પોતાની સેવા આપશે. જસદણના આટકોટ રોડ પર આવેલ કટેસિયા સજીર્કલ હોસ્પિટલની ઉપર પહેલા માળે આ નિદાન કેમ્પ યોજાનાર હોય, દર્દીઓએ લાભ લેવા અનુરોધ કરાયો છે. દર્દીઓએ  પોતાનું નામ (મો. ૬૩૫૨૩૫૩૫૭૭) ઉપર નોંધણી કરાવવા પણ અનુરોધ કરાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here