ભાવનગરની સર ટી હોસ્પિટલની ડ્રેનેજ ટાંકી ગાય ખાબકતા રેસ્ક્યુ કરી

0
29
Share
Share

ભાવનગર,તા.૧૧
સર ટી હોસ્પિટલ વારંવાર કોઈને કોઈ પ્રશ્ને વિવાદમાં રહેલી હોઈ છે, પરંતુ હવે એક ગાયના પગલે વિવાદમાં સપડાઈ છે. એક ગાયના પગલે સર ટી હોસ્પિટલની પોલ ખૂલી ગઈ છે. સર ટી હોસ્પિટલની ગટરની ટાંકીમાં એક ગાય ખાબકી અને કેટલાક યુવાનો તેને બહાર કાઢવાની મથામણમાં લાગી ગયા હતા. અનેક મિનિટોની મહેનત બાદ ગાયને ટાંકીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
સર ટી હોસ્પિટલમાં બહારથી રળિયામણી અને અંદર કેટલી ખોખલી છે તે બનેલા આ એક બનાવ પરથી ખબર પડી જાય છે. હોસ્પિટલમાં પ્રવેશતા સ્વચ્છતા જોવા મળે છે, પરંતુ સમગ્ર હોસ્પિટલની ગંદકીને બહાર લઈ જતી ડ્રેનેજ વ્યવસ્થા કેટલી અસ્તવ્યસ્ત છે તે આ બનાવ ખૂલ્લો પાડે છે સર ટી હોસ્પિટલના બાળકો વિભાગની બાજુમાં આવેલી કેન્ટિન પાછળના ભાગે આવેલી ડ્રેનેજની ટાંકીઓ ખુલ્લી છે કોઈ બાળક પડી જાય તો સપને પણ કોઈને જાણ થાય નહી, પરંતુ અહીંયા બાળક નહી એક ગાય ખાબકી હતી ટાંકીઓ એટલી ઊંડી હતી કે ગાયને બહાર નીકળવું મુશ્કેલ હતું. કેટલાક સમયથી ફસાયેલી ગાય પર અંતે કેન્ટિનના શખસનું ધ્યાન ગયું અને તેને કેટલાક યુવાનો મારફત તેને બહાર કાઢવાનો પ્રયત્નો કરી અને ગાયને અંતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here