ભાવનગરના ૧૦ તાલુકામાં વરસાદ નોંધાયો, મહુવામાં દોઢ અને જેસરમાં એક ઈંચ વરસાદ

0
32
Share
Share

ભાવનગર,તા.૨૪

ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા નદી નાળા તળાવ ડેમ છલકાઈ ગયા છે. આજે સવારે છ વાગે પુરા થતા ચોવીસ કલાકમાં ભાવનગર જિલ્લાના ૧૦ તાલુકામાં દોઢ ઈંચથી ૨ મિમિ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં મહુવામાં ૩૯ મિમિ, જેસરમાં ૨૨ મિમિ, તળાજામાં ૧૮ મિમિ, પાલિતાણામાં ૧૫ મિમિ, ગારીયાધારમાં ૧૩ મિમિ , શિહોરમાં ૧૩ મિમિ, વલ્લભીપુરમાં ૭ મિમિ, ઉમરાળામાં ૬ મિમિ, ભાવનગરમાં ૩ મિમિ અને ઘોઘામાં ૨ મિમિ વરસાદ નોંધાયો છે.

શિહોર તાલુકાના થોરાળી ગામનું તળાવ આજે સવારના સમયે ઓવરફલો થતા આજુબાજુના ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે . તળાવ છલકાતા એક બાજુ ખુશી એક બાજુ દુઃખ પણ છે. સતત પડતા વરસાદથી ભારે નુકશાન થયું છે. સતત બીજા વર્ષે તળાવ ઓવરફલો થયું આજુબાજુના ગામના લોકોને પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે. જ્યારે કુવા અને બોરવેલના તળ ઉંચા આવશે. ભાવનગર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદથી કપાસ, મગફળી, તલ, મગ સહિતના ઊભા પાકને નુકશાની થવાની શક્યતા વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here