ભાવનગરના ઘેટી ગામની વાડીમાં તારની ફેન્સિંગમાં સિંહ ફસાયો, વનવિભાગે રેસ્ક્યૂ હાથ ધર્યુ

0
16
Share
Share

ભાવનગર,તા.૯

ભાવનગર જિલ્લાના પાલીતાણાના ઘેટી ગામે એક વાડીમાં સિંહ ફસાયો છે. મારણની શોધમાં નીકળેલા વનરાજ વાડી ફરતે લોખંડના તારની ફેન્સિંગમાં ફસાઈ જતાં વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વનવિભાગે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ છે. સિંહો અવારનવાર ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં ચડી આવતા હોય છે.

ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણાના ઘેટી ગામમાં એક ખેડૂતની વાડી ફરતે બાંધવામાં આવેલા ફેન્સિંગમાંસિંહ ફસાઈ ગયો હતો. જેથી વાડીના માલિકે વનવિભાગને જાણ કરી હતી. જેથી વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સિંહને તારમાંથી મુક્ત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે.

આ વિસ્તારમાં હાલ અનેક સિંહો વસવાટ કરે છે અને ચોમાસાની સિઝન પૂર્ણતાના આરે હોય ખેડૂતો પોતાના તૈયાર પાકને નીલગાય, ભૂંડ જેવા પ્રાણીઓથી રક્ષણ માટે લોખંડના તારની ફેન્સિંગ કરે છે. તે ઉપરાંત આ વિસ્તારમાં સિંહો વસવાટ કરતા હોવાના કારણે વાડી ખેતરોમાં જતાં અને પાકના રક્ષણ માટે વાડી ખેતરમાં રાતના જતાં ભય અનુભવી રહ્યાં છે. હાલ તો વન વિભાગની ટીમે સિંહને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here