ભાવનગર,તા.૨૯
ભાવનગર શહેરમાંથી ચોંકાવનારા સામાચાર સામે આવ્યા છે.જેમાં કુંભારવાડા વોર્ડના પૂર્વ કોર્પોરેટરનો લાંચ માંગતા હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ બન્યો છે..કુંભારવાડા વોર્ડ નંબર બેના પૂર્વ કોર્પેરેટર ઘનશ્યામ ચુડાસમાએ કુંભારવાડામાં બ્લોક નાખવાના કામમાં બે ટકાની લાંચ માંગણી કરતા હોય તેવી ઓડિયોક્લિપ વાયરલ થઈ છે.
હવે આપો તો ચૂંટણીના કામમાં ઉપયોગમાં લઈ શકાય એવું ફોન પર કહેતાં ઘનશ્યામ ચુડાસમા નો ઓડિયો વાયરલ થયો છે. તેઓ રૂપિયા આપો તો ચૂંટણીના કામમાં ઉપયોગમાં લઈ શકાય તેવુ કહેતા જોવા મળે છે. જીએસટીવી આ ઓડિયો ક્લિપની પુષ્ટી કરતું નથી.