ભાવનગરનાં વિવિધ વિસ્તારમાંથી દબાણો હટાવી જમીન ખુલી કરાવતું તંત્ર

0
14
Share
Share

ભાવનગર, તા.૧૨

ભાવનગર શહેરના નારી, રુવા, અધેવાડા, કુંભારવાડા તથા સિદસર વિસ્તારમાં કુલ ૮ જેટલા ઇસમો દ્વારા કરવામા આવેલ બિનઅધિકૃત દબાણો જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત વિસ્તારના વિવિધ બિનઅધિકૃત રીતે ઉભા કરાયેલા પશુના તબેલા, દુકાન, મકાન, વાણિજ્ય તથા તાર ફેન્સીગ દબાણો દૂર કરી તંત્ર દ્વારા અંદાજે ૧૦,૮૯૬ ચો.મી. જમીન પરના દબાણો અન્વયે ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૬૧ તથા ૨૦૨ હેઠળ કાર્યવાહી હાથ ધરી કુલ ૮ જેટલા દબાણો દૂર કરી દબાણવાળી જમીન ખુલ્લી કરાવી જિલ્લા વહિવટી તંત્રે સદર જમીનનો સરકાર તરફે કબજો સંભાળ્યો હતો. દબાણ દૂર કરી ખુલ્લી કરાયેલ જમીનની હાલની અંદાજિત બજાર કિંમત રુપિયા ૭,૪૮,૬૪,૦૦૦ જેટલી થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here