ભાવનગરઃ યુવાન પર જીવલેણ હુમલો

0
16
Share
Share

ભાવનગર, તા.૨૪

ભાવનગર જુના બંદર રોડ પર દસેક જેટલા શખ્સોએ ઘાત હથિયારો વડે યુવાન પર હુમલો કર્યો હતો.

મળતી માહિતી મુજબ સુનિલ અશોકભાઈ મકવાણા તેના બે મિત્રો સાથે ભાવનગર શહેરનાં જુના બંદર રોડ ઉપર માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલ એ સમયે આઠ થી દશ જેટલા શખ્સો ઘાતક હથિયારોના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડતા સુનિલભાઈને લોહી લુહાણ હાલતમાં ભાવનગર સર. ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં સુનિલભાઈની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.

સમગ્ર બનાવની જાણ થતાં જ ભાવનગર સીટી ડીવાયએસપી મનિષ ઠાકર તેમજ સી ડીવીઝનના પીઆઈ ડી.જી. પટેલ તાત્કાલીક સર.ટી.હોસ્પિટલ દોડી આવ્યા હતા અને હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here