ભાવનગર, તા.૩૦
ભાવનગરનાં માલણકા ગામે રહેતા અને હિરાનાં કારખાનામાં કામ કરતાં રમેશભાઇ મનજીભાઇ બારૈયા (ઉ.વ.૫૦) ઉપર આજ ગામના નિલેશ ગીગાભાઇ બારૈયા અને નિતેશ ગીગાભાઇ બારૈયાએ છરી વડે હૂમલો કરી તેની હત્યા કરી નાખી હતી. બનાવની જાણ થતાં જ વરતે જ પોલીસ સ્ટેશનનાં પીઆઇ પી.આર.સોલંકી તથા સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.
હત્યાનાં આ બનાવ અંગે મૃતક હિરાઘસુ રમેશભાઇનાં પુત્ર હિતેશ રમેશભાઇ બારૈયાએ વરતે જ પોલીસ સ્ટેશનમાં આ જ ગામનાં નિલેશ ગીગાભાઇ બારૈયા અને મિતેશ ગીગાભાઇ બારૈયા વિરૂઘ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા મૃતક રમેશભાઇએ આરોપીનાં પિતાને રૂા.૫૦ હજાર ઉછીના આપ્યા હતા. આ રકમની તેઓએ ઉઘરાણી કરતાં તેઓને નહી ગમાતાં તેના પિતા ઉપર છરીનાં ઘા ઝીંકી હત્યા કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.