ભાવનગરઃ જુગાર રમતાં નવ શખ્સો ઝડપાયા

0
38
Share
Share

ભાવનગર, તા.૨૩

ભાવનગર આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર ના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આર.આર.સેલના માણસોને મળેલ બાતમી આધારે બોરતળાવ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એસ.પી. અગ્રાવત તથા સ્ટાફના માણસોએ ચિત્રા, સહયોગ સોસાયટી પ્લોટનં-૮ ની પાસે જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો જયપાલસિંહ દીલીપસિંહ રાણા, રણજીતશા ભરતશા વાણીયા, મહાવીરસિંહ રામદેવસિંહ સરવૈયા, વનરાજસિંહ રમુભા સરવૈયા, દિનેશભાઇ અમુભાઇ ગોહીલ, સંજયસિંહ ટેમુભા ગોહીલ, ગજેન્દ્રસિંહ દીલીપસિંહ ગોહીલ, લક્ષ્મણભાઇ ભીખાભાઇ ચૌહાણ, ક્રિપાલસિંહ ગીરવાનસિંહ ગોહીલને રોકડ રુપિયા રૂ.૩૦,૦૯૦/- તથા મોબાઇલ ફોન-૯ તથા મો.સા.-૧ તેમજ જુગાર સાહીત્ય સહિત કુલ રુપિયા ૯૨,૦૯૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો વિરુધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here