ભાવનગરઃ જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

0
14
Share
Share

ભાવનગર, તા.૨૫

ભાવનગર એલ.સી.બી. સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડમાં તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે રાણીકા કંસારા શેરી તકવા ફલેટની સામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે. હકિકત આઘારે બાતમીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જાહેરમાં સ્ટ્રીટ લાઇટના  અજવાળામાં ગંજી પતાના પના વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા અમીનભાઇ યુનુસભાઇ માલકાણી/મુસ્લીમ, સઇદભાઇ ઉસ્માનભાઇ બિનીસાર/મુસ્લીમ, સાલમબિન ઉર્ફે અબાજી અબ્દુલાભાઇ/ મુસ્લીમ, આબીદભાઇ રજાકભાઇ કાદરી/ મુસ્લીમ, આસીફભાઇ દિલાવરભાઇ રાઠોડ/મુસ્લીમ, અનિશભાઇ અબ્દુલભાઇ પઠાણ/મુસ્લીમ જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીત નો તીનપત્તીનો જુગાર રમીરમાડતા ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/૦૦-,તથા રોકડ રૂ.૩૯,૮૦૦/ -નાં મુદ્દામાલ સાથે પકડાય જતા તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ મુજબ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here