ભાવનગરઃ ગેરરીતી આચરતા ૮ રાશન ધારકોનાં પરવાના સસ્પેન્ડ

0
23
Share
Share

ભાવનગર, તા.૧૮

રુ.૪ લાખથી વધુનો અનાજ જથ્થો સીઝર કરી આવા પરવાનેદારોના લાઇસન્સ રદ કરવામાં આવતા ફફડાટ

જિલ્લા પુરવઠા કચેરી દ્વારા કોરોના અંતર્ગત ભાવનગર જિલ્લામાં સસ્તા અનાજના પરવાનેદારોની માર્ચ-૨૦૨૦ થી જુલાઈ-૨૦૨૦ દરમ્યાન કુલ – ૩૨૦ આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલ અને આ તપાસણીમાં ગેરરીતિઓ બદલ કુલ રુ.૪,૩૮,૭૦૩/- નો અનાજનો જથ્થો સીઝર કરવામાં આવ્યો. આ ઉપરાંત  ગંભીર પ્રકારની ક્ષતિઓ બદલ આઠ પરવાનેદારોના વાજબી ભાવની દુકાનના સંચાલન અંગેના પરવાના ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવા હુકમ કરવામાં આવ્યા છે.

આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તમામ વાજબી ભાવના દુકાનદારોને અનુરોધ કરતાં જણાવાયું છે કે કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલન સાથે રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને નિયમોનુસાર મળવાપાત્ર જથ્થો વિતરીત કરવામાં આવે તે જરુરી છે. અન્યથા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here