ભાવનગરઃ ઉદ્યોગપતિ ભાઈ પર હુમલો કરી આરોપી વરતેજ પોલીસ મથકમાં હાજર

0
18
Share
Share

ભાવનગર, તા.૩

ભાવનગરમાં ભાઇને છરી મારનાર ઉદ્યોગપતિ મેહુલ તંબોલી પોલીસ સમક્ષ હાજર થયો છે. ભાવનગરનાં વરતે જમાં આવેલ તંબોલી કાસ્ટીંગ લી. કંપનીની બોર્ડ મીટીંગ દરમ્યાન ઉદ્યોગપતિ મેહુલ બીપીનભાઇ તંબોલીએ તેના ભાઇ વૈભવભમાઇ ઉપર છરી વડે હૂમલો કર્યો હતો. આ અંગે મેહુલભાઇ તંબોલી ઉપર વરતેજ પોલીસ સટેશનમાં આઇપીસી ૩૨૪ જીપીએકટ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરાયો હતો.

દરમ્યાન ભાઇ ઉપર હૂમલો કરી નાસી છુટેલા મેહુલભાઇ તંબોલી વરતે જ પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તેનો કોરોના રિપોટર્ કરાવ્યો છે. કોરોના રિપોટર્ આવ્યા બાદ તેની ધરપકડ થશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. દરમ્યાન ડોકટરી રિપોટર્ આધારે મેહુલભાઇનાં ગુનામાં પોલીસે આઇપીસી ૩૨૬નો ઉમેરો કર્યો હોવાનું જાણવા મળેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here