ભાવનગરઃ ઈલેકટ્રીક શોક લાગતાં ભાઈ બહેનનાં મોત

0
17
Share
Share

ભાવનગર, તા.૧૮

કાળ ક્યારે કઇ રીતે આવી જતો હોય છે તે કહીં શકાતુ નથી. ૧૭ વર્ષનો ભાઇ અને ૭ વર્ષની બહેન સાથે રમી રહ્યા હતા અને કાળ કરંટ બનીને ભરખી જતા શોકની કાલીમાં છવાઇ ગઇ છે. મહુવા શહેરનાં જાપા વિસ્તારમાં રહેતા પરિવારમાં બનેલી ઘટનામાં ભાઇ બહેનનાં મોતથી અરેરાટી પ્રસરી ગઇ છે. મહુવાનાં નવા જાપા વિસ્તારમાં રહેતા અને દેવળિયા ગામે ભાગીદારીમાં જમીન રાખી કપાસનું વાવેતર કરતા કેશુભાઇ મકવાણાની વાડીમાં મહુવાથી તેમનો દિકરો જતિન (ઉ.વ.૧૭) અને કેશુભાઇની બહેનની દિકરી ખુશી ચિમનભાઇ શિયાળ (ઉ.વ.૭) આવ્યા હતા આ બન્ને મામા ફઇના ભાઇ બહેન રમી રહ્યા હતા ત્યારે ઇલેકટ્રીક શોક લાગતા બન્નેને મહુવા હનુમંત હોસ્પિટલમાં ખસેડાયા હતા. તબીબોએ બન્નેને મૃત જાહેર કરતા પરિવારજનો અને ગામમાં શોકની કાલીમાં સાથે એરરાટી પ્રસરી ગઇ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here