ભારે વરસાદ અને પવનને કારણે ડાંગરના પાકને થયું નુકશાન

0
27
Share
Share

મહેસાણા,તા.૨૩

રાજ્યમાં છેલ્લા બે દિવસથી ખાસ કરીને રાત્રી દરમિયાન સુરત જિલ્લામાં વરસાદની હેલી થઈ રહી છે. જોકે હવે વરસાદ ખેડૂતો માટે મુસીબત બની રહ્યો છે. ખેડૂતોની નવી સિઝન ગણાતા ડાંગરના પાકને હવે લણવાનો સમય આવ્યો ત્યારે વરસાદએ બાજી બગાડી નાખી છે. સુરત જિલ્લાના મહુવા તેમજ ઓલપાડ  તાલુકાના ખેતીપાકને વધુ અસર થઈ છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતો  ૧૫ દિવસમાં ડાંગરની કાપણીની તૈયારી કરી રહ્યા હતા.  પરંતુ ગત બે દીવસથી તાલુકામાં પડી રહેલા ભારે વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. નોંધપાત્ર છે કે ભારે વરસાદ અને પવનને કારણે ડાંગરનો પાક જમીનદસ્ત થઇ ગયો છે.

જેને પગલે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. ત્યારે તો આ તરફ કરમલા ગામના ખેડૂતે ૬ વીંઘામાં લગભગ ૩ લાખથી વધુનો ખર્ચ કરી ડાંગરનું વાવેતર કર્યું હતું પરંતુ વરસાદને પગલે પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે..વાત માત્ર કરમલા ગામના ખેડૂત ઘનશ્યામ ભાઈની જ નથી.પરંતુ ઓલપાડ તાલુકાના પૂર્વ પટ્ટી પર આવેલા શેરડી ,કાનાજ ,કોસમ ઓલપાડ,અતોદરા,બરબોધન સહિતના કાંઠા વિસ્તારના ગામોના ખેડૂતો ડાંગરના પાક પર નભતા હોય છે. આખા વર્ષનું આયોજન આ ડાંગરના પાક પર થતું હોઈ છે.

પરંતુ ભારે વાવાઝોડા સાથેના પાછોતરા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છેપસાથે સાથે હાલ રોટેશન પ્રમાણે નહેરોમાં પણ જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેને લઇ ખેતરો માં ભરાયેલા પાણીનો નિકાલ નથી થઇ રહ્યો જેને લઇ ખેડૂતો વધારે ચિંતિત બન્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here