ભારત હજુ હર્ડ ઈમ્યુનિટીથી ઘણું દૂર : હર્ષવર્ધનનો દાવો

0
25
Share
Share

કોવિડ-૧૯થી સંક્રમિત થનારા લોકો પર આઈસીએમઆર ઝડપથી તપાસ-રિસર્ચ કરી રહી હોવાનો મંત્રીનો દાવો

નવી દિલ્હી,તા.૨૮

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને કહ્યું કે આઈસીએમઆરના બીજા સીરો સર્વેમાં જોવા જાણવા મળ્યું છે કે ભારતની જનસંખ્યા હજી પણ કોવિડ-૧૯ સામે હર્ડ ઈમ્યુનિટી ડેવલોપ કરવાથી ખૂબ જ દૂર છે. આપણે બધાને કોવિડ સાથે સંકળાયેલી ગાઈડલાઈનનું પાલન કરતા રહેવું જોઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ પણ કહ્યું હતું કે કોવિડ-૧૯થી સંક્રમિત થનારા લોકો ઉપર આઈસીએમઆર ઝડપથી તપાસ અને રિસર્ચ કરી રહ્યા છે. જોકે, અત્યાર સુધી સામે આવેલા પુનઃસંક્રમણના મામલા ખૂબ જ ઓછા છે. પરંતુ સરકાર મામલા અંગે પુરું મહત્વ આપી રહી છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રેમડેસિવીર અને પ્લાઝ્‌મા થેરાપીને પ્રોત્સાહન આપવું ન જોઈએ. સરકારે તેને તર્કસંગત ઉપયોગ સંબંધમાં નિયમિત સલાહ જાહેર કરી છે.ખાનગી હોસ્પિટલોમાં પણ તપાસ સારવાર અંગેના નિયમિત ઉપયોગ વિરુદ્ધ સલાહ આપી છે. દેશમાં ગત ૨૪ કલાકમાં કોવિડ-૧૯થી ૯૨,૦૪૩ દર્દીઓ સાજા થવાની સાથે જ ભારતમાં આ મહામારીને માત આપનાર સંખ્યા ૫૦ લાખની નજીક પહોંચી ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, આ સાથે સરાવાર લઈ રહેલા દર્દીઓની તુલનાએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩૯,૮૫,૨૨૫ વધું છે. ગત કેટલાક દિવસોથી રોજ સાજા થનારા દર્દીઓની સંખ્યા ૯૦ હજારથી વધારે છે.આ તથ્યને રેખાંકિત કરતા મંત્રાલયે કહ્યું કે રોજના દર્દીઓ ઠીક થવાના દરથી ભારતના વૈશ્વિક સ્તર ઉપર સૌથી વધારે મદર્દીઓ ઠીક થવાનું સ્તર બનાવી ગયું છ

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here