ભારત સહિત ૪ દેશોના વિરોધથી યુએનએ પોતાના ડ્રાફ્ટમાં સુધારો કરવો પડ્યો

0
13
Share
Share

સંયુક્ત રાષ્ટ્રસંઘ,તા.૩૦

યુએનમાં ચીનને ફટકાર લગાવવા ભારત સહિત અન્ય ૪ દેશો પણ વિરોધમાં જોડાયા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ તિજાની મુહમ્મદ બંદેએ ઘોષણાપત્રના ડ્રાફ્ટમાં એક ઉલ્લેખ કર્યો હતો તેને બદલવો પડયો છે. ભારત, બ્રિટન, અમેરિકા સહિતના દેશોએ વિરોધ કર્યો તે બાદ સંયુક્ત રાષ્ટ્રએ પોતાના ડ્રાફ્ટમાં સુધારા કરવા પડયા હતા. ડ્રાફ્ટમાં એક વાક્ય એવું હતું કે જેને લઇને સમગ્ર મામલે વિવાદ થયો હતો. ચીનની કોમ્યૂનિસ્ટ પાર્ટી દ્વારા જે શબ્દોનો ઉપયોગ કરાય છે તેવા જ શબ્દોનો ઉપયોગ કરાયો હતો જેને પગલે વિરોધ કરવામાં આવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં બ્રિટનની ગતીવીધીઓ પર નજર રાખનારી સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘ બ્રિટનના જણાવ્યા અનુસાર બ્રિટનના કાર્યવાહક રાજદુત જોનાથન એલને ૨૪ જુને મૌન પ્રક્રિયાને તોડી નાખી હતી. તેઓ બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેંડ, કેનેડા અને ભારત તરફથી આ પગલુ તેઓએ ભર્યું હતું.

છ દેશોએ ઘોષણાના અંતમાં એક વાક્યાંશ પર વિરોધ નોંધાવ્યો હતો. જે વાક્યનો વિરોધ કરવામાં આવ્યો તેમાં લખ્યું હતું કે એક ભવિષ્યના ખાતર અમારી સંયુક્ત દ્રષ્ટીનો અહેસાસ કરવા માટે. આ વાક્યનો વિરોધ કરવામાં આવ્યો હતો અને એવી માગણી કરવામાં આવી હતી કે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની પ્રસ્તાવનામાં પરિકલ્પિત સારા ભવિષ્ય માટે અમારી સંયુક્ત દ્રષ્ટીને સાકાર કરવા માટે વાક્યનો ઉપયોગ કરવામાં આવે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે વેબિનાર યોજવામાં આવ્યો હતો તેમાં કેરળના સ્વાસ્થ્ય મંત્રી પણ સામેલ થયા હતા. કેરળના સ્વાસ્થ્ય પ્રધાન કે.કે. શૈલજાને સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ પબ્લિક સર્વિસ ડે પર પેનલ ચર્ચામાં ભાગ લેવાની તક મળી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here