ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના પ્રથમ અધ્યક્ષ, પ્રખર ગૌવ્રતી ડો. વલ્લભભાઈ કથીરીયા

0
23
Share
Share

પ્રેસ ઈન્ફોમેશન બ્યુરો (દિલ્હી) ખાતે ’કામધેનુ દિપવાલી અભિયાન’ અંગે માહિતી આપી. આ દિવાળીએ ૧૧ કરોડ પરીવારોમાં, ૩૩ કરોડ ગોમય દિવડાઓ પ્રગટશે.

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના પ્રથમ અધ્યક્ષ, પ્રખર ગૌવ્રતી ડો. વલ્લભભાઈ કથીરીયાએ કામધેનુ દિપવાલી અભિયાન અંગે ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના નેશનલ મીડીયા સેન્ટર (દિલ્હી) ખાતે પ્રિન્ટ મીડીયા, ઈલેક્ટ્રોનીક મીડીયા, ડીઝીટલ મીડીયાના પત્રકાર મિત્રોને માહિતી આપતા ડો. કથીરીયાએ જણાવ્યું હતું કે, ગોમય ગણેશ અભિયાનની અપાર સફળતા અને જાહેર જાગૃતિથી પ્રોત્સાહિત રાષ્ટ્રીય કામધેનુ આયોગે ગોમય દિપકને જનતામાં લોકપ્રિય બનાવવા રાષ્ટ્રીય સ્તરે કામધેનુ દિપાવલી અભિયાનની ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના આપણા સ્વપનદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા યોગ્ય દિશામાં ગૌમાતા, ગૌવંશ, પશુપાલનની સલામતી,સંરક્ષણ, વિકાસ અને ઉત્કર્ષની સુરક્ષા, સંરક્ષણની ખાતરી કરવા માટે કરવામાં આવી હતી.રાષ્ટ્રીય કામધેનુ આયોગ એ એક ઉચ્ચ શકિતશાળી કાયમી સંસ્થા છે જે પશુ ઉન્નતિ સંબંધિત યોજનાઓની નિતી નિર્માણ અને અમલીકરણને યોગ્ય દિશા શકિત આપવા માટે કાર્યરત છે જેથી આજીવિકાની તકો ઉભી કરવા પ્રયત્નો થઈ શકે. ગ્રામીણ વિસ્તારોમાં પશુધન અર્થતંત્ર લગભગ ૭.૩ કરોડ ઘરોની આજીવિકામાં અને જીવન સુધારવામાં નોંધપાત્ર ફાળો આપે છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સ્વનિર્ભર ભારતની દૃષ્ટિને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરી રહયું છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગનું માનવું છે કે ગૌ કેન્દ્રિત અર્થતંત્ર આ લક્ષ્યની પ્રાપ્તિમાં નોંધપાત્ર ફાળો આપી શકે છે. આ હેતુ માટે ખેડૂતો, ગૌપાલકો, યુવાનો, મહિલાઓ, સ્વ-સહાય જૂથો અને અન્ય લાભાર્થીઓની આવક વધારવા માટે પંચગવ્ય ગૌ ઉત્પાદનોનો ઉપયોગ વધારવા માટે આયોગ સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાનશ્રીની અપીલ વચ્ચે, આયોગે તાજેતરમાં ગણેશ ઉત્સવ પર સોશ્યલ મિડિયામાં વિવિધ મંચો દ્વારા પર્યાવરણમિત્ર એવી સામગ્રીનો ઉપયોગ કરીને ભગવાન શ્રી ગણપતિની પ્રતિમાઓ બનાવવા માટે દેશવ્યાપી પ્રચાર અભિયાન શરુ કર્યું હતું. આ અભિયાન વિવિધ લાભાર્થીઓ જેવા કે ડેરી, ખેડૂતો, બેરોજગાર યુવાનો, મહિલાઓ, યુવા ઉદ્યોગપતિઓ, ગૌપાલકો અને સ્વ-સહાય જૂથોમાં ઉત્પાદનના ઉત્પાદન માટે ભારે રસ પેદા કરવામાં સફળ રહયું હતું.

ગોમય ગણેશ અભિયાનના પરીણામોથી પ્રોત્સાહીત થઈને આ વર્ષે દેશવ્યાપી દિપાવલી ઉત્સવ કામધેનુ દિપાવલી અભિયાન’ નામે ઉજવવાનો નિર્ણય કર્યો છે. દીપપર્વ માટે ગાયના છાણ આધારીત મીણબતીઓ, ધૂપ, ધૂપલાકડીઓ, શુભ-લાભ, સ્વસ્તિક, સમરાની, હાર્ડબોર્ડ, વોલપીશ,પેપરવેટ, હવન સામગ્રી, ભગવાન ગણેશ અને લક્ષ્મીજી મૂર્તિઓનું નિર્માણ કાર્ય શરુ થયું છે. આ ઉપરાંત છાણનો ઉપયોગ જૈવિક ઈધણ માટે થાય છે અને તેમાંથી બનેલી માઈક્રોચીપથી મોબાઈલ ફોનમાં કિરણોત્સર્ગ પણ ઘટાડી શકાય છે. આયોગે દેશભરના ૧૧ કરોડ પરીવારો દ્વારા બનાવવામાં આવેલા ૩૩ કરોડ ગોમય ગોબરમાંથી બનાવેલા દિવા પ્રગટાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આનંદની વાત એ છે કે અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી પ્રોત્સાહક છે. ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થાન અયોધ્યામાં ૩ લાખ દીવા પ્રગટાવવામાં આવશે. તેવી જ રીતે કાશીના પવિત્ર સ્થળે ૧ લાખ દીવડાઓ પ્રગટાવવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. તમામ શહેરો, ગામડા, નગરો, ઘરોમાં પણ ગોબરના બનાવેલા દીવડાઓથી ઝગમગાવવામાં આવશે. આ ઉપરાંત પંજાબ, રાજસ્થાન, છતીસગઢ, મધ્યપ્રદેશ સહિતના તમામ રાજયોએ અભિયાનમાં સક્રિય ભાગ ભજવવાની તૈયારી દર્શાવી છે. ગાયના ગોબર આધારીત ઉત્પાદનમાં સામેલ હજારો ઉદ્યમીઓ, ખેડૂતો, મહિલાઓ માટે વ્યવસાયની તકો ઉભી કરવા ઉપરાંત ગાયના છાણ આધારીત ઉત્પાદનોના ઉપયોગમાં વધારો એ સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ તરફ એક પગલું હશે. આ પ્રયાસ ગૌશાળા માટે આત્મનિર્ભર બનાવવાનો તરફનો એક સીમાચિન્હ પગલા રુપ સાબીત થશે. વડાપ્રધાનની કલ્પના અને સ્વદેશી આંદોલનને પ્રોત્સાહન આપતા, ચીન દ્વારા નિર્મિત દિવાનો બહિષ્કાર સુનિશ્ચિત કરશે.

રાષ્ટ્રીય કામધેનુ આયોગ દિવાળી નિમિતે ઉપયોગી થાય તેવા ગોબર આધારીત ઉત્પાદનોના ઉત્પાદન અને માર્કેટીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે સતત વિવિધ હોદેદારો સાથે વાતચીત કરે છે કામધેનુ દિપવાલી અભિયાન ઉત્પાદનોના ઉત્પાદન માટે દેશભરમાં ગૌશાળાઓને પ્રોત્સાહીત અને સગવડ, સુવિધા આપવા માટે તમામ રાજયોના પ્રત્યેક જિલ્લામાં તેના પ્રતિનિધિઓ દ્વારા રાષ્ટ્રવ્યાપી ઉત્પાદન અને માર્કેટીંગ .

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here