ભારત પંડિત જવાહર લાલ નહેરૂની ભૂલને દોહરાવી રહ્યું છે

0
14
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૪

ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની વચ્ચે ૫ સૂત્રી સહમતિ મળ્યા બાદ પણ ચીનનું સરકારી પ્રોપગેન્ડા મીડિયા ભારતને ધમકાવાનું અને મનોવૈજ્ઞાનિક દબાણ બનાવામાં લાગેલું છે. ચીની અખબાર ગ્લોબલ ટાઇમ્સે ચીની વિશ્લેષક ઝાંગ શેંગના હવાલે દાવો કર્યો કે ભારત પંડિત જવાહર લાલ નહેરૂની ભૂલને દોહરાવી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતનું વર્તમાન પ્રશાસન સરહદ પર આક્રમક વ્યવહાર દેખાડી રહ્યું છે. ઝાંગ એ કહ્યું કે વર્તમાન સ્થિતિ વર્ષ ૧૯૬૨ની જેવી જ છે. તેમણે આરોપ મૂકયો કે ભારત પોતાના હિતો માટે આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદથી ચીન પર દબાણ બનાવાની કોશિષ કરી રહ્યા છે, ૧૯૬૨ની સાલમાં ચીન સૌથી અલગ થલગ હતું.

એ સમયે ચીન અમેરિકા સામે મુકાબલો કરી રહ્યું હતું અને એ સમયે રૂસથી પણ ચીન અલગ રાહ પર ચાલી રહ્યું હતું. જ્યારે ભારત એ સમયે ગુટનિરપેક્ષ આંદોલનનો નેતા હતો. ચીની વિશ્લેષકે આરોપ મૂકયો કે ૧૯૬૨ની સાલમાં ભારતે આંતરરાષ્ટ્રીય માહોલનો ફાયદો ઉઠાવાની કોશિષકરી હતી. તેનું પરિણામ એ આવ્યું કે ભારતે ત્રીજી દુનિયાના દેશોના નેતાનું પદ પણ ગુમાવી દીધું. ઝાંગ એ કહ્યું કે ભારતની મોદી સરકાર પણ નહેરૂની રણનીતિ પર કામ કરી રહ્યું છે અને ચીન-અમેરિકાના તણાવનો ફાયદો ઉઠાવા માંગે છે.

તેમણે કહ્યું કે ભારતના રક્ષામંત્રી અતિઆત્મવિશ્વાસ દેખાડી રહ્યા છે. તો એક બીજા ચીની વિશ્લેષક કિઆંગ ફેંગ એ કહ્યું કે જયશંકર અને વાંગ યીની મુલાકાત બાદ હવે બોલ ભારતના પલ્લામાં છે. તેમણે કહ્યું કે હવે એ જોવાનું છે કે ભારત કેવી રીતે ૫-સૂત્રી સહમતિને લાગૂ કરે છે. તેમણે રાફેલના સામેલ થતા સમયે રાજનાથ સિંહના નિવેદનનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે ભારત વિરોધાભાસી નિવેદન આપી રહ્યું છે. કિયાંગ એ દાવો કર્યો કે ચીન ભારતને પોતાનો શત્રુ માનતો નથી અને તેમના આ વલણમાં બદલાવ આવ્યો નથી. તેનાથી આગળ ચીન ભારતની સાથે સંબંધોને સ્થિર બનાવા માટે વ્યવહારિક સહયોગને ઇચ્છુક છે. ચીન ભારતની સાથે શાંતિની સાથે સરહદ પર વિવાદોને ઉકેલવા માંગે છે પરંતુ પોતાના હિતોની સાથે સમજૂતી કરશે નહીં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here