ભારત-ચીન સરહદ પર સૈન્યબળ નહીં વધારવા સંમત

0
25
FILE PHOTO: Chinese President Xi Jinping applauds during a meeting to commend role models in China's fight against the coronavirus disease (COVID-19) outbreak, at the Great Hall of the People in Beijing, China September 8, 2020. REUTERS/Carlos Garcia Rawlins
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૩

પૂર્વ લદાખમાં તણાવ ઓછો કરવા માટે અનેક પગલાંની જાહેરાત કરતા ભારત અને ચીનની સેનાઓએ ફ્રન્ટ લાઈન પર વધુ સૈનિકો ન મોકલવાનો નિર્ણય લીધો છે. ભારત અને ચીનના સૈન્ય કમાન્ડરો વચ્ચે થયેલી છઠ્ઠા તબક્કાની વાતચીત સંગલ્ન ભારતીય સેના અને ચીની સેનાએ મંગળવારે મોડી સાંજે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપ્યું અને કહ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ સ્થિર કરવાના મુદ્દે બંને પક્ષોએ ઊંડાણપૂર્વક વિચારોનું આદાન પ્રદાન કર્યું અને બંને પક્ષ પોતાના નેતાઓ વચ્ચે બનેલી મહત્વપૂર્ણ સહમતિના ઈમાનદારીપૂર્વક અમલીકરણ પર સહમત થયા.

પૂર્વ લદાખમાં ગતિરોધ ખતમ કરવાના હેતુથી બંને દેશોના સૈન્ય કમાન્ડરો વચ્ચે સોમવારે ૧૪ કલાક સુધી બેઠક ચાલી હતી. નિવેદનમાં કહેવાયું કે બંને પક્ષ પરસ્પર સંપર્ક મજબૂત કરવા અને ગેરસમજ તથા ખોટા નિર્ણયથી બચવા પર સહમત થવાની સાથે ફ્રન્ટ લાઈન પર વધુ સૈનિક ન મોકલવા અને ગ્રાઉન્ડ સ્થિતિ એકતરફી રીતે ન બદલવા પર સહમત થયાં.

તેમાં કહેવાયું કે ભારતીય અને ચીની સેના સ્થિતિને વધુ જટિલ બનાવે તેવી કોઈ પણ કાર્યવાહીથી બચવા પર સહમત થઈ. આ સાથે જ બંને પક્ષ સમસ્યાઓને યોગ્ય ઢબે ઉકેલવા, સરહદી વિસ્તારોમાં જોઈન્ટ રીતે શાંતિ સુનિશ્ચિત કરવા માટે વ્યવહારિક પગલાં લેવા માટે સહમત થયાં. નિવેદનમાં કહેવાયું કે બંને પક્ષ જેમ બને તેમ જલદી કમાન્ડર સ્તરની સાતમા તબક્કાની વાતચીત માટે પણ સહમત થયા.

બંને દેશોના પ્રતિનિધિમંડળોએ સરહદ પર મે મહિનાની શરૂઆતથી ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે ૧૦ સપ્ટેમ્બરના રોજ પાંચ પોઈન્ટની દ્વિપક્ષીય સમજૂતિના અમલીકરણ પર વિસ્તારથી વિચાર વિમર્શ કર્યો. એવું કહેવાય છે કે ભારતીય પ્રતિનિધિમંડળે ૧૦ સપ્ટેમ્બરના રોજ મોસ્કોમાં શાંઘાઈ સહયોગ સંગઠન (જીર્ઝ્રં)ની બેઠક ઉપરાંત વિદેશમંત્રી એસ જયશંકર તથા તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે થયેલી સમજૂતિને નિશ્ચિત સમય મર્યાદામાં લાગુ કરવા પર ભાર મૂક્યો. સૂત્રોએ જણાવ્યું કે વાર્તાનો એજન્ડો પાંચ પોઈન્ટની સમજૂતિના અમલીકરણની નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરવાનો હતો.

અમારે ભારત સાથે નથી કરવું યુદ્ધઃ જિનપિંગે યુનોમાં કહ્યું

ભારત અને ચીન વચ્ચે છેલ્લા થોડા મહિનાથી ચાલી રહેલા તનાવમાં પહેલીવાર ભારતના આક્રમક વલણથી ચીન થોડું ઠંડું પડ્યું હતું અને વાટાઘાટો દરમિયાન લદ્દાખ સરહદે હવે સૈન્યબળ નહીં વધારવા સંમત થયું હતું. એથી પણ આગળ વધીને યુનોમાં ચીને કહ્યું હતું કે અમારે કંઇ ભારત સાથે યુદ્ધ કરવું નથી. લાંબા સમયની વાટાઘાટો પછી મંગળવારે ચીન એ વાત પર સંમત થયું હતું કે હવે સરહદ પર લશ્કરી બળ વધારવું નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here