ભારત-ચીન સરહદી વિવાદ ઉકેલવામાં અમેરિકા મદદ કરી શકે છેઃ ટ્રમ્પ

0
27
Share
Share

વૉશિંગ્ટન,તા.૨૫

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે ભારત અને ચીન તેમના હાલના સરહદ વિવાદોનું સમાધાન કરવામાં સક્ષમ બનશે, કેમ કે તેમણે આ સંદર્ભમાં બે એશિયન દિગ્ગજોને મદદ કરવાના તેમના પ્રસ્તાવને ફરી પુનરાવર્તિત કર્યો છે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને કહ્યું કે હું જાણું છું કે હવે ચીન અને ભારતને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખૂબ મુશ્કેલીઓ વધી રહી છે. આશા છે કે તેઓ તેને ઉકેલવામાં સમર્થ હશે. જો આપણે મદદ કરી શકીએ તો અમને મદદ કરવાનું ગમશે. ‘

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એલએસી વિવાદના નિરાકરણ માટે ભારતીય અને ચીની સૈન્યના વરિષ્ઠ અધિકારીઓ લદ્દાખમાં મળ્યા હતા. બંને દેશો એલએસી પર વધુ સૈન્ય ન મોકલવા સહમત થયા હતા. યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચીન સાથે એક નિષ્પક્ષ અને સંતુલિત સંબંધ ઇચ્છે છે, જ્યાં એક દેશ બીજા દેશ અથવા અન્ય દેશોની આજીવિકા માટે જોખમી ના બને.

આપને જણાવી દઇએ કે અમેરિકન રાષ્ટ્રપતિએ ૨૦૧૮માં ચીનની સાથે વેપાર યુદ્ધ શરૂ કર્યું હતું, ત્યારબાદ બંને દેશોના સંબંધો બગડ્યા હતા. ટ્રમ્પે ચીનને ૨૦૧૭માં વેપાર ખાધ ઘટાડવાનું કહ્યું હતું જો કે ૨૦૧૭માં ૩૭૫.૬ અબજ અમેરિકન ડોલર હતી. કોવિડ -૧૯ મહામારી બાદથી ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ બગડ્યા. ટ્રમ્પ વારંવાર કોરોનાવાયરસને ‘ચાઇનીઝ વાયરસ’ કહેતા આવ્યા છે અને કહે છે કે ચીન આ મહામારી સાથે યોગ્ય રીતે ઉકેલી શક્યો નથી, જોકે ચીને આ આરોપને નકારતું આવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here