ભારત-ચીન વિવાદમાં દખલગીરી નહિ કરે રશિયા

0
22
Share
Share

મૉસ્કો,તા.૯

રશિયાએ ભારત-ચીન વચ્ચે ચાલતા સરહદ વિવાદમાં હસ્તક્ષેપ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. રશિયાએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી બંને દેશ તેને મધ્સ્થતા કરવાનું નહીં કહે ત્યાં સુધી તે આ મામલે વચ્ચે પડશે નહીં. જો કે તે બંને દેશોને વાતચીત દ્વારા આપસી વિવાદ ઉકેલવાનો પ્રયત્ન કરવા માટે પ્રેરિત કરતું રહેશે.

ભારતમાં રશિયન દૂતાવાસના ઉપ પ્રમુખ રોમન બબુશ્કિને કહ્યું કે “તેમની સરકાર વાતચીત દ્વારા પૂર્વ લદાખમાં તણાવ ઓછો થતો જોવા માંગે છે. તેમણે કહ્યું કે અમને આશા છે કે ભારત અને ચીન વાતચીત દ્વારા સરહદ વિવાદ ઉકેલી લેશે.” તેઓ પત્રકારો સાથે ઓનલાઈન વાતચીત કરી રહ્યા હતાં.

રશિયાની આ ટિપ્પણી પૂર્વ  લદાખમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા તાજા ઘર્ષણ બાદ વધેલા તણાવના એક દિવસ બાદ આવી છે. બબુશ્કિને કહ્યું કે “અમે બંને દેશો વચ્ચે વિવાદના સમાધાનની પ્રક્રિયામાં સામેલ નથી. અમે આ માટે સકારાત્મક માહોલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here