ભારત-ચીન વિવાદનો ઉકેલ લાવવા ટૂંકમાં પગલાં લેવાશે

0
23
Share
Share

વિદેશ મંત્રાલયનું મહત્વપૂર્ણ નિવેદન
બંને દેશોનો શાંતિ સ્થાપવા વાતચીત ચાલુ રાખવાનો નિર્ણય
નવી દિલ્હી,તા.૨૫
સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે ભારત અને ચીન વરિષ્ઠ કમાન્ડરોની આગામી બેઠક માટે સહમત થઈ ગયા છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે બંને દેશોના સૈન્ય અધિકારીઓની બેઠક જલદી થઈ શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે એક બ્રિફિંગ દરમિયાન કહ્યું કે બંને દેશોએ શાંતિ બહાલી માટે વાતચીત ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. બંને પક્ષોના વરિષ્ઠ કમાન્ડરોની આગામી બેઠક જલદી કરાવવા પર સહમતિ બની છે. આ સાથે જ પરામર્શ અને સમન્વય માટે કાર્યતંત્રની આગામી બેઠક પણ જલદી થવાની સંભાવના છે. ભારત અને ચીનના વરિષ્ઠ કમાન્ડરોની ૬ઠ્ઠી બેઠક સોમવારે થઈ હતી. આ બેઠકમાં કોઈ પણ ગેરસમજથી બચવા માટે ગ્રાઉન્ડ સ્તરે સંચાર મજબૂત બનાવવાની સાથે જ સરહદ પર વધુ સૈનિકો ન મોકલવા ઉપર પણ સહમતિ બની હતી. બેઠક બાદ રક્ષા મંત્રાલયે અધિકૃત રીતે પ્રેસ રિલીઝ બહાર પાડીને જણાવ્યું હતું કે બંને પક્ષ ફ્રન્ટલાઈન પર વધુ સૈનિકો ન મોકલવા માટે તૈયાર થઈ ગયા છે. આ સાથે જ વાસ્તવિક નિયંત્રણ રેખા પર એકતરફી સ્થિતિ બદલવાથી પણ બચવાનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં સૈન્ય કમાન્ડર સ્તરની આગામી બેઠક જલદી શરૂ કરવા ઉપર પણ બંને દેશોએ સહમતિ વ્યક્ત કરી છે. સોમવારે થયેલી બેઠક ચીનના મોલ્ડો ગેરિસનમાં યોજાઈ હતી. જેમાં ભારત તરફથી બે લેફ્ટેનન્ટ જનરલ રેન્કના અધિકારીઓએ ભાગ લીધો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here