ભારત-ચીનના બ્રિગેડિયર્સની વચ્ચે ઉગ્ર વાતચીત થઈ

0
20
Share
Share

ભારતીય બ્રિગેડિયરે કહ્યું કે ચીને અસ્થાયી રીતે પથ્થરોનો સુરક્ષા ઘેરો બનાવી લીધો તેનાથી સરહદ પર તણાવ વધશે

નવી દિલ્હી,તા.૯

લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનની વચ્ચે ગતિરોધ ચાલુ છે. ફરી એકવાર બંને દેશોના સૈનિકો સામસામે આવી ગયા હતા. જોકે, બંને દેશોની વચ્ચે સૈન્ય સ્તર પર વાતચીત પણ થઈ રહી છે. ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓએ હૉટલાઇન પર એક બીજા સાથે વાત કરી, પરંતુ બંનેની વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ ગઈ. હૉટલાઇન પર વાતચીત દરમિયાન ભારતીય બ્રિગેડિયરે કહ્યું કે ચીને અસ્થાયી રીતે પથ્થરોનો સુરક્ષા ઘેરો બનાવી લીધો છે અને તેનાથી સરહદ પર તણાવ વધશે. લદાખમાં મુખપરી પીક પર ચીની સૈનિકોના પહોંચવાના પ્રયાસને લઈને પણ બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ. હાલ આ ચોટી પર ભારતીય સેનાનો કબજો છે. ચીનના બ્રિગેડિયરે મંગળવારે સામે આવેલી ચીની સૈનિકોની તસવીરો પર કહ્યું કે, આ તેમનો માર્શલ કલ્ચર છે અને ભારતીય સૈનિકોએ પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ લદાખમાં રેજાંગ-લા રિજલાઇનના મુખપરી ક્ષેત્ર સ્થિત એક ભારતીય ચોકી તરફ સોમવાર સાંજે આક્રમક રીતે આગળ વધવાનો પ્રયાસ કરનારી ચીની સૈનિકોએ ભાલા, સળીયા વગેરે હથિયારો રાખ્યા હતા. આ વાત સરકારી સૂત્રોએ મંગળવારે કહી. એલએસી પર તણાવ વધવાની વચ્ચે સૂત્રોએ કહ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન પાર્ટી ના લગભગ ૫૦-૬૦ સૈનિક સાંજે ૬ વાગ્યાની આસપાસ પેન્ગોગ લેક ક્ષેત્રના દક્ષિણ કિનારા સ્થિત ભારતીય ચોકી તરફ વધ્યા પરંતુ ત્યાં તૈનાત ભારતીય સેનાના જવાનોએ દૃઢતાથી તેમનો સામનો કર્યો, જેનાથી તેમને પાછળ હટવા માટે મજબૂર થવું પડ્યું. નોંધનીય છે કે, જાહેર કરેલી એક તસવીરમાં ચીની સૈનિકો ભાલા અને બંદૂકો સાથે જોવા મળ્યા. આ તસવીર પૂર્વી લદાખ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય સેના તૈનાત છે તે સ્થાન પાસેની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તસવીર એ તરફ ઇશારો કરી રહી છે કે ચીની સેના ૧૫ જૂન જેવી હિંસક ઝડપ ઘટનાને અંજામ આપવાના પ્રયત્નમાં છે. તસવીરમાં દરેક ચીની સૈનિકના હાથમાં ભાલા સ્પષ્ટ રીતે જોવા મળે છે. પૂર્વી લદાખમાં રેજાંગ લા રિઝલાઇનના મુખપારી સ્થિત એક ભારતીય ચોકી તરફ સોમવારે સાંજે આગળ વધવાનો પ્રયત્ન કરી રહેલા ચીની સૈનિકોના હાથમાં ભાલા, રોડ અને ધારદાર હથિયાર જોવા મળે છે. આ વાત સરકારી સૂત્રોએ મંગળવારે કહી હતી. ભારતીય સૈનિકોએ દ્રઢતાથી ચીની સૈનિકોનો સામનો કર્યો હતો. ભારતના જવાબથી ચીની સૈનિકો પાછળ હટવા મજબૂર બન્યા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here