ભારત કોરોના રસી માટે વિશ્વમાં છવાયું ત્યારે દેશમાં મંદ ગતીએ કેસો વધવા તરફ……!

0
29
Share
Share

(જી.એન.એસ., હર્ષદ કામદાર)

વિશ્વભરમાં ભારતની કોરોના વેક્સિને અદકેરુ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે અને લોકોમાં ભારે પ્રશંસા પામતા વિશ્વના ૫૦ જેટલા દેશોએ ભારત પાસે કોરોના વેક્સિનની માગ કરતા ભારત આ દેશોને રસી મોકલવા માટે તૈયાર કરી લીધી છે.વિશ્વભરમા રસી આપવામાં ભારત બીજા ક્રમે પહોંચી ગયું છે જ્યારે અમેરિકા પ્રથમ ક્રમે છે. દેશભરમાં કોરોના મંદ ગતિએ  વધવાની શરૂઆત મહારાષ્ટ્ર રાજ્યથી થઈ ગઈ છે. જે ગુજરાતમાં વલસાડ જીલ્લામા પ્રવેશ ન કરે તે માટે તંત્રએ તાકીદના જરૂરી તમામ પગલાં ભર્યા છે. દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૯૭૩ નવા કેસ સામે આવ્યા છે અને કુલ કેસોનો આંક ૧,૦૯,૭૭,૩૮૭ પર પહોંચી ગયો છે. તો કોરોનામાંથી સાજા થઈ જનારાની સંખ્યા ૧,૦૬,૭૮,૦૪૮ થઈ છે. અને સારવાર હેઠળ ૧,૪૩,૧૨૭ દર્દીઓ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૧ કોરોના દર્દીઓ મૃત્યુ થતા કુલ મૃતાક ૧,૫૬,૨૧૨ થયો છે.  આ સમયે મહારાષ્ટ્ર રાજ્યમાં ત્રણેક ધારાસભ્યો કોરોના પોઝિટિવ થવા સાથે ૫ હજાર લોકો કોરાનાની ચપેટમાં આવી જતા બીજો રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો હોય તેવી સ્થિતી રાજ્યભરમાં બનીને રહી છે. અને તેને કારણે સરકાર સાવચેત થઈ ગઈ છે. અમરાવતી, યવતમાલ, આકોલામાં સૌથી વધુ કેસો મળીને સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના કેસો ૫૦૦૦ થી આગળ વધી ગયા છે.

જ્યારે મુંબઈમાં કોરોના કેસોમાં વધારો થઈ જતા ત્યાં મ્યુ.કોર્પોરેશન પણ આકરા પગલા લઇ રહી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં ૫૦૦૦ જેવા કેસો નોધાતા ત્યાંની સરકારે અમરાવતીમાં શનિવાર સાજથી કર્ફ્યુ નાખી દીધો છે જે સોમવાર સવાર સુધી અમલમાં રહેશે.  મુંબઈમાં ૮૨૩ નવા કેસ નોંધાયા છે અને ૫ વ્યક્તિના મૃત્યુ થયા છે ત્યારે મુબઈ કોર્પોરેશન તંત્રએ દોડતું થઇ ગયું છે અને મુંબઈ શહેરની શાળા કોલેજો ખોલવાની હતી તે નહીં ખુલે તેવી સ્થિતિ બની રહી છે તે સાથે તંત્રએ કડક નિયંત્રણો લાદી દીધા છે અને નિયમો પણ જાહેર કરી દીધા છે જેમાં મુંબઈમાં હોમ ક્વોરન્ટાઈન કરેલ કોઈપણ વ્યક્તિ બહાર નીકળશે તો તેની સામે એફઆઈઆર નોધીને તે વ્યક્તિને નક્કી કરેલ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં દાખલ કરી દેવામાં આવશે, તેમજ નિયમ ભંગ કરનારને ૬ માસની સજા અને દંડ કરવામાં આવશે. તથા જે બિલ્ડિંગમાં ૫ વ્યક્તિ કોરોના પોઝીટીવ મળી આવશે કે હશે તો તે સમગ્ર બિલ્ડિંગ સીલ કરી દેવામા આવશે અને તેઓને ખાવા સહિતની વ્યવસ્થા કરવામાં આવશે.  દરમ્યાન ચેમ્બુરમા કોરોના ટેસ્ટિંગ હાથ ધરતા ચાર બિલ્ડીંગ સીલ કરી દેવામા આવ્યા છે.હવે બોરીવલીમાં મેડીકલ તપાસ શરૂ થનાર છે. મહારાષ્ટ્રના અમરાવતી,વર્ધામા શાળા-કોલેજો પર પાબંધી ફરમાવી દેવામા આવી છે.

ગુજરાતમાં રાજ્ય સરકારે મહારાષ્ટ્રના અમરાવતીમાં ફેલાયેલ કોરોના  વલસાડ જીલ્લામા પ્રવેશી ન જાય તે માટે તંત્રએ વલસાડ આવતા પ્રવાસીઓનુ સ્કેનીંગ અને ટેસ્ટીગ ફરજીયાત કરી નાખ્યું છે કારણ અમરાવતી સાથે વલસાડ જીલ્લો વધુ સંપર્કમાં રહે છે.બીજી તરફ ગુજરાતના ડીસાના રામસમની એક શાળામાં ૯ વિદ્યાર્થી અને ૨ શિક્ષકઘ કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ વ્યાપી ગયો છે.તો અમદાવાદની થલતેજની એક શાળામાં પણ વિદ્યાર્થીઓ સહિત ૧૭ કોરોના ની ચપેટમાં આવી આવી જતાં સારવાર હેઠળ છે.આવા સમયમા સારા સમાચાર એ છે કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી કોરાનાની ચપેટમાં આવી આવી ગયેલ અને હોસ્પિટલમાં ઈઝ કરવામાં આવેલ તેઓની સઘન સારવારને કારણે તેમની તબિયત સુધારા પર છે અને કદાચ શનિવારે રજા આપી દે તો તેઓ રાજકોટ કોરોના કિટ પહેરીને મતદાન કરવાના છે જ્યારે બીજી તરફ નર્મદા જિલ્લામાં કોરોના દર્દીઓને મતદાન કરવા માટે કિટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમા કોરોના દર્દીઓ મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્રએ વ્યવસ્થિત આયોજન કર્યું છે…..!

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here