ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટઃ સ્ટોક્સ, આર્ચર અને બર્ન્સે પ્રેક્ટિસ શરૂ કરી

0
36
Share
Share

ચેન્નાઇ,તા.૩૦

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૪ ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ ચેન્નાઈમાં ૫ ફેબ્રુઆરીથી રમાશે. આ માટે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ, પેસર જોફરા આર્ચર અને ઓપનર રોરી બર્ન્સએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ઇંગ્લેન્ડની બાકીની ટીમ અને ભારતીય ખેલાડીઓ ક્વોરન્ટીન સમયગાળો પૂરો થયા પછી ૨ ફેબ્રુઆરીથી પ્રેક્ટિસ શરૂ કરશે.

ત્રણેય ઇંગ્લિશ ખેલાડીઓ શ્રીલંકા પ્રવાસ પર ગયા નહોતા. આ કારણોસર, તે ૨૪ જાન્યુઆરીએ જ ચેન્નાઈ પહોંચ્યા હતા અને ૬ દિવસનો ક્વોરન્ટીન પીરિયડ પૂર્ણ કર્યો હતો. શ્રીલંકા પ્રવાસને કારણે બાકીની ટીમ ૨૭ જાન્યુઆરીએ ચેન્નાઈ પહોંચી હતી.

વર્કલોડને કારણે સ્ટોક્સ અને આર્ચરે શ્રીલંકા પ્રવાસથી આરામ લીધો હતો. તે જ સમયે, રોરી બર્ન્સ પેટરનિટી લિવ પર ગયો હતો. તે તાજેતરમાં જ પિતા બન્યો છે. ત્રણેયની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને ટેસ્ટ શ્રેણીમાં ૨-૦થી હરાવ્યું હતું.

સ્ટોક્સ, આર્ચર અને બર્ન્સે ત્રણ કોરોના ટેસ્ટ પાસ કરી લીધા છે. ઇંગ્લેન્ડની બાકીની ટીમે ક્વોરન્ટીન દરમિયાન તેમનો બીજી પીસીઆર કોરોના ટેસ્ટ પાસ કરી લીધો છે. દરેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here