ભારત આત્મનિર્ભર થવાનો ક્યોર નિર્ણય કરે તો ચીનની હાલત રશિયા જેવી બની શકે…..!?

0
34
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

વિશ્વભરમાં કોરોના વાયરસનો આતંક ફેલાવી દુનિયાનું માર્કેટ કબજે કરવાના સ્વપ્ન જોઈ રહેલા ચીન સામે વિશ્વની મહાસત્તાઓ સહિત અનેક દેશો ધીરી ગતિએ પણ મક્કમતાથી ચીનના વેપાર-ધંધાને ફટકા આપવાની શરૂઆત છેલ્લા ત્રણેક માસથી શરૂ થઈ ગઈ છે. જેમાં ભારતે ચીનની ૧૫૦ જેટલી એપ બંધ કરી મોટો ફટકો આઇટી ક્ષેત્રે આપ્યો છે. તો ભારતના કેટલાક રાજ્યોએ ચીની પ્રોજેક્ટ પર પાબંધી ફરમાવી દીધી છે. ત્યારે જાગૃત લોકોએ ચીનના વિવિધ ઉત્પાદનોનો બહિષ્કાર કરીને મોટો આર્થિક ફટકો આપ્યો છે. કોરોનાને કારણે આર્થિક તકલીફમાં મુકાઈ ગયેલા દેશોએ ચીનના બહુર્મુખી વિવિધ વિવિધ દેશોને જોડતા બીઆર રોડ પ્રોજેક્ટમાંથી કેટલા દેશોએ હાથ ઉંચા કરી લીધા છે તો કેટલાક દેશોએ એરપોર્ટ, બંદર,રોડ- રસ્તા સહિતના પ્રોજેક્ટોમાંથી હાથ ઊંચા કરી દીધા છે. ત્યારે વિશ્વના માર્કેટને આને વૈશ્વિક માન્ય ચલણ પર કબજો કરવાના સ્વપ્ન જોતા ચીનને શેરબજારમાં અમેરિકાએ મોટો ઝટકો ચીનની ૮૦૦ કંપનીઓ પર પાબંધી ફરમાવીને આપી દીધો છે. તેના કારણે ચીની કંપનીઓને ૩૦ લાખ કરોડથી વધુનો મોટો ફટકો પડ્યો છે. ચીનની ૮૦૦ કંપની અમેરિકાના શેરબજારમાં જામી પડી હતી. અને ચીનનો ઇરાદો ડોલરના સ્થાને પોતાના ચલણની વૈશ્વિક ગણના થાય તેવી રમત રમી રહ્યુ હતું…. જેનો અણસાર અમેરિકાના તજજ્ઞોને આવી જતાં અમેરિકી શેરબજારમાં કાર્યરત ચીનની ૮૦૦ કંપનીઓને ડિ લિસ્ટેડ કરી દેતા ચીનનુ સપનુ ચકનાચૂર થઇ જશે. વિશ્વના અન્ય દેશો પણ ચીનની આયાતો ઉપર પ્રતિબંધ મૂકતાં પહેલા અન્ય દેશોથી આયાતો  કરવા તરફ દોડવા લાગ્યા છે. અત્યારે ભારત વિવિધ પ્રકારનો કાચો માલ-મટીરિયલ્સ આયાત કરે છે અને તેના કારણે ભારતમાં દવા સહિતના અનેક ઉત્પાદનો ચીન પર જ આધારિત છે. એટલે ભારતે હવે ભારતમાં જરૂરી કાચોમાલ મટીરીયલ્સ મેળવવા અન્ય દેશો તરફ ધ્યાન આપ્યું છે. ત્યારે ચીને ભારતને આર્થિક ફટકો આપવા મેડિસિન ઉત્પાદનોના કાચા મટીરીયલ છોડીને અન્ય મટિરિયલ પર ૧૫થી ૨૦ ટકાનો વધારો કરી દીધો છે… મતલબ કે ભારતમાં ચીની મટીરિયલ્સ દ્વારા ઉત્પાદન થતા વિવિધ ઉત્પાદનોના ભાવો વધારવા પડે… અને ભારતે પુનઃ ચીનનો માલ આયાત કરવો પડે તેવી ધારણા ચીનની હોઈ શકે…..!!

દેશના વડાપ્રધાને દેશના લોકોને આત્મનિર્ભર થવાનો મહામંત્ર આપ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે કરેલા વિવિધ નિર્ણયોને કારણે દેશની લોકશાહી અંધકારમા અટવાઈ ગઈ છે… ત્યારે હવે આત્મનિર્ભર મંત્રને સાકાર કરવા દેશમાં જે પણ ચીનની કંપની સાથેના  ભાગીદાર પ્રોજેક્ટો, ઉદ્યોગો સહિતના બિઝનેસો ઉભા થવામાં છે કે થઈ રહ્યા છે તેમાંથી સરકારે તથા ભારતના ઉદ્યોગ ભાગીદારોએ હાથ ઊંચા કરી લેવાની જરૂર છે. તથા કેન્દ્ર સરકારે ભારત માહેના જે તે ઉદ્યોગ માટે જરૂરી કાચા મટિરીયલ્સ ભારતમાં જ ઉત્પાદન થાય તે માટે યુદ્ધના ધોરણે એક્શનમા આવવાની જરૂર છે. અને આવા આયોજનમાં સમય વધું જતો હોય તો ચીન સિવાયના અન્ય દેશોથી કાચા મટીરિયલ્સ મળી જાય તે માટે આયોજન કરવું જોઇએ…. અને તેનુ ઉદાહરણ છે  રિલાયન્સ કંપની…. કે જે દેશમાં જ બનેલા ૨૦ કરોડથી વધુ સ્માર્ટફોન માર્કેટમાં મૂકવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે ભારત સરકારે હવેથી બને તેટલું ચીનથી દુર રહેવાનો સમય પાકી ગયો છે….. અને આવું થાય તો ચીનને આર્થિક રીતે મોટો ફટકો પડતાં ચીનમાં મંદી છે  તેમાં તોતિંગ વધારો થાય જે ચીનના લોકો હવે સહન કરી શકે તેમ નથી….!  ચીનમાં જીન પિગ સામે આંતરિક વિરોધ થઈ રહ્યો છે તે હવે આકરા રૂપથી બહાર આવી શકે છે કારણે તેના પરિણામ રૂપે રશિયાની જેમ ચીનની હાલત કરી નાખી શકે છે……!?

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here