ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સીરિઝ શક્ય નથીઃ ઇમરાન ખાન

0
29
Share
Share

ઇસ્લામાબાદ,તા.૧૮

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું છે કે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સીરિઝ શક્ય નથી. ઇમરાને કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ તણાવપૂર્ણ છે, અને દ્વિપક્ષીય શ્રેણીની વાત કરવી ડરામણી હશે. ઇમરાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન છે. ૧૯૯૨માં તેમની કેપ્ટનશિપ હેઠળ પાકિસ્તાને વર્લ્ડ કપ જીત્યો હતો. ઇમરાને તે બંને મુલાકાતોનો પણ ઉલ્લેખ કર્યો છે, જ્યારે તે પાકિસ્તાનની ટીમ સાથે ભારત પ્રવાસે ગયો હતો.

૧૯૮૭ના ભારત પ્રવાસ પર ઇમરાને કહ્યું – ત્યારે મારા ખેલાડીઓએ બાઉન્ડ્રી પર હેલ્મેટ પહેરીને ફિલ્ડિંગ કરવી પડી હતી. પાકિસ્તાનની ટીમે છેલ્લે ૨૦૧૨માં ભારતના પ્રવાસે આવી હતી. ત્યારે બે ્‌-૨૦ અને ત્રણ વનડે મેચ રમાઈ હતી. ઇમરાનને ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ શ્રેણી પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ અંગે ખાને કહ્યું- અત્યારે તે બિલકુલ શક્ય નથી. આ પ્રકારના વાતાવરણમાં ક્રિકેટ રમવું સુરક્ષિત નથી.

મેદાન પર પણ પરિસ્થિતિ સામાન્ય નહિ હોય. એક સવાલના જવાબમાં ઇમરાને કહ્યું- મેં બે વાર ભારતની મુલાકાત લીધી. પહેલી વાર ૧૯૭૯માં અને બીજી વખત ૧૯૮૭ માં. પહેલીવાર ગયો ત્યારે તણાવ હતો. પરંતુ, બંને સરકાર તેને ઘટાડવાનો પ્રયાસ કરી રહી હતી. તેથી વાતાવરણ ખૂબ સારું હતું. બીજી વખત ૧૯૮૭માં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. બંને દેશો વચ્ચે ખૂબ તણાવ હતો. તેની અસર મેદાન પર પણ જોવા મળી હતી. મારા ખેલાડીઓએ બાઉન્ડ્રી લાઇન પર હેલ્મેટ પહેરીને ફિલ્ડિંગ કરવી પડી હતી, કારણ કે પ્રેક્ષકો પત્થરો ફેંકી રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here