ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

0
24
Share
Share

ભુવનેશ્વર,તા.૩૦

સરહદ પર ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત વધારે શક્તિશાળી બનવા માટે પગલા ભરી રહ્યું છે. આ કડીના ભાગરૂપે ભારતે આજે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ડીઆરડીઓએ બુધવારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તે આ મિસાઈલનું અપગ્રેડેડ વર્ઝનનું પરીક્ષણ હતું, જેની મારક ક્ષમતા વધારીને ૪૦૦ કિમી કરવામાં આવી છે. ડીઆરડીઓ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે સંસ્થાના પીજે-૧૦ પ્રોજેક્ટ અંતર્ગત આ પરીક્ષણ કરવામાં આવ્યુ છે.

આજે આ મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના ચાંદીપુરમાં કરવામાં આવ્યુ હતું. જે ભારતની સૈન્ય ક્ષમતાને વધારે મજબૂત કરશે. આ મિસાઈલમાં ઉપયોગમાં લેવામાં આવેલી એરફ્રેમ અને બૂસ્ટરનું દેશમાં જ નિર્માણ કરવામાં આવેલુ છે. બ્રહ્મોસના અપગ્રેડેડ વર્ઝનને ભારતના ડીઆરડીઓ અને રશિયાના એનપીઓએમ સાથે મળી તૈયાર કરવામાં આવ્યુ છે. આ મિસાઈલ વોરશિપ, સબમરીન, ફાઈટર જેટ તથા જમીન પરથી પ્રહાર કરી શકાય છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ટિ્‌વટ કરીને ડીઆરડીઓને આ સફળ પરીક્ષણ બદલ અભિનંદન પાઠવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્મોસ પ્રથમ એવી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે જે વર્તમાન સમયમાં સામેલ છે. વર્ષ ૨૦૦૫માં આઈએનએસ રાજપૂત પર ભારતીય નૌકાદળે તેનો સમાવેશ કર્યો હતો. હવે ભવિષ્યમાં તમામ વોરશિપમાં નવા અપગ્રેડશનની સુવિધા સાથે તેનો સમાવેશ કરવામાં આવશે.આ અગાઉ ભારતીય સેના દ્વારા પણ બ્રહ્મોસ મિસાઈલને તેની ત્રણ રેજીમેન્ટમાં સામેલ કરવામાં આવી છે. એટલે કે સેના દુશ્મનોને જવાબ આપવા સંપૂર્ણપણે સજ્જ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here