ભારતે પાકિસ્તાન સીમા પર સ્વદેશી ફાઇટર વિમાન તેજસને ગોઠવ્યા

0
26
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૮

ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સીમા પર સ્વદેશી ફાઇટર જેટ એલસીએ તેજસને ગોઠવ્યા છે. પાકિસ્તાન સરહદને અડીને આવેલા વાયુસેનાના મથક પર તેજસને મુકવામાં આવ્યા છે. જેથી પડોશી દેશ કોઇ કાંકરીચાળો કરતા પહેલા વિચારે. ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે પણ તેજસને પાકિસ્તાન સરહદ પર ગોઠવવામાં આવ્યા છે, જેથી દેશ પર થતા બંને તરફી હૂમલાથી બચી શકાય.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ પશ્ચિમ સરહદ પર તેજસની ગોઠવણ કરી છે. જેથી ત્યાં થતી કોઇ પણ હરકત પર નજર રાખી શકાય.  તેજસ એ દેશનું પહેલું સ્વદેશી ફાઇટર જેટ છે, જેમાં અમેરિકી એન્જિન લાગેલું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેજસને અલગ અલગ વાયુ મથક પર મોકલવામાં આવી રહ્યું છે.

તેજસ વિમાન ૨૨૨૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરવા સક્ષમ છે. એક વખતમાં ૩૦૦૦ કિમી જઇ શકે છે. ૪૩.૪ ફૂટ લાંબુ અને ૧૪.૯ ફૂટ ઉંચા તેજસ વિમાનનો વજન ૧૩૫૦૦ કિલો છે. તેજસ છ પ્રકારની મિસાઇલ વડે પ્રહાર કરી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here