ભારતી સિંહ ૨૦૨૧માં માત્ર કામ જ કામ કરવા માગે છે

0
16
Share
Share

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા સ્વભાવથી કૂલ છે અને પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે

મુંબઈ,તા.૧૨

નવા વર્ષની શરુઆત થઈ ગઈ છે અને દરેક વ્યક્તિ ૨૦૨૧ પ્રત્યે વધુ આશાવાદી છે. કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ પણ ૨૦૨૦ને પાછળ છોડી દીધું છે. તેઓ પણ ૨૦૨૧ પ્રત્યે કેટલીક આશાઓ સેવી રહ્યા છે. મોટાભાગના લોકોએ પોતાના નવા વર્ષના સંકલ્પ અને આ વર્ષે શું આયોજન છે તેનો ખુલાસો કર્યો ત્યારે ભારતી સિંહે પણ આ વિશે વાત કરી છે. વાતચીત કરતાં કોમેડિયને તેના સપના અને આ વર્ષના ગોલ્સ વિશે વાત કરી છે. ભારતી સિંહે કહ્યું કે, ૨૦૨૧માં માત્ર કામ જ કામ કરવું છે. જેથી, બદલામાં વધુ લોકોને કામ મળે. આ મારો પ્લાન છે. ભારતી અને હર્ષ સ્વભાવથી કૂલ છે અને પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે. તેઓ પણ જ્યારે શક્ય બનશે ત્યારે ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરશે. હર્ષ અને મને ટ્રાવેલિંગ કરવું ગમે છે. તેમ કરવાની મજા આવે છે. તારું એવું કયું મનપસંદ સ્થળ છે, જેની તારે મુલાકાત લેવી છે? તેમ પૂછતાં ભારતીએ કહ્યું કે, ગ્રીસ, અમે ખરેખર એક દિવસ આ જગ્યાની મુલાકાત લઈશું, તેવી આશા રાખી રહ્યા છીએ. વર્કફ્રંટની વાત કરીએ તો, ભારતી અને હર્ષે ડાન્સ રિયાલિટી શો ’ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સર’ હોસ્ટ કર્યો હતો. આ સિવાય તેઓ ઈન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ રહે છે. ડિસેમ્બરમાં ભારતી અને હર્ષે ત્રીજી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ દિવસે ભારતીએ તેના લગ્નની અનસીન તસવીરો શેર કરી હતી. આ સાથે તેણે પતિ માટે સ્વીટ નોટ પણ લખી હતી. તેણે લખ્યું હતું કે, ’પ્રેમનો અર્થ એ નથી કે તમે કેટલા દિવસ, કેટલા મહિના અથવા કેટલા વર્ષ સાથે રહે છો. પ્રેમનો અર્થ એ છે કે રોજ તમે એકબીજાને કેટલો પ્રેમ કરો છો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here