ન્યુ દિલ્હી,તા.૧૧
ભારતીય સેનાએ પોતાની સરહદમાં ઘૂસી આવેલા ચીનની સેનાના સૈનિકને ચીનને પરત કર્યો છે. પીપલ્સ લિબરેશન આર્મીનો આ સૈનિક શુક્રવારે ઈસ્ટ લદાખમાંથી ઝડપાયો હતો. તેને પેંગોન્ગ ત્સોના દક્ષિણ કિનારા પર લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ભારતીય સરહદમાં આવી ગયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ચીનના આ સૈનિકને બોર્ડર પોઈન્ટ પર સવારે ૧૦ વાગે ને ૧૦ મિનિટે પરત કરવામાં આવ્યો હતો. ભારતીય અને ચીનની સેના વચ્ચે આ વિસ્તારમાં આઠ મહિનાથી વધુ સમયથી તણાવ છે. પેંગોન્ગ તળાવ વિસ્તારમાં બંને તરફની અથડામણ બાદ ગત વર્ષે મે મહિનામાં તેની શરૂઆત થઈ હતી. સેનાની તરફથી શનિવારે જણાવ્યું હતું કે ઁછન્નો એક સૈનિક ન્છઝ્ર પાર કરીને આવી ગયો હતો. ત્યાર બાદ અહીં તહેનાત ભારતીય સેનાના જવાનોએ તેને ઝડપી લીધો હતો.
ચીને પોતાની સેનાના જવાનને મુક્ત કરવાની માગ કરી હતી. પીપલ્સ લિબરેશન આર્મીના જણાવ્યા મુજબ, આ સૈનિક અંધારું અને વિસ્તારની અણસમજને કારણે ભારતીય સરહદમાં પહોંચી ચૂક્યો હતો. આ માટે ચીને તેને જલદીમાં જલદી મુક્ત કરવાની માગ કરી હતી.