ભારતીય શેરબજારમાં બજેટ પૂર્વે નફારૂપી વેચવાલીપ!!

0
91
Share
Share

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૧.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૬૮૭૪.૩૬ સામે ૪૭૪૨૩.૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૬૧૬૦.૪૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૬૩.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૮.૫૯ પોઈન્ટના ઘટાડા સાથે ૪૬૨૮૫.૭૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૮૪૪.૪૦ સામે ૧૩૯૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૩૬૬૬.૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૭.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૭.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૩૭૧૭.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કોર્પોરેટ ઈન્ડિયાની ડિસેમ્બર ૨૦૨૦ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં એકંદર અપેક્ષાથી સારા પરિણામો સાથે કેન્દ્રિય બજેટની અંતિમ પળોમાં ઉદ્યોગોની અપેક્ષાઓ અને નાણા પ્રધાનના આ વખતે ઐતિહાસિક બજેટ રજૂ કરવાના આગોતરા સંકેતે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક લાંબી તેજી જોવાયા બાદ આજે વૈશ્વિક બજારોમાં નેગેટિવ સેન્ટિમેન્ટ અને સ્થાનિક સ્તરે બજેટ પહેલા અને આર્થિક સર્વેક્ષણ બાદ એફઆઈઆઈ દ્વારા વેચવાલી નોંધાતા સતત છઠ્ઠા દિવસે ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. આગામી બજેટમાં ટેક્સ વધવાની સંભાવનાના ગભરાટને કારણે આજે પણ નફારૂપી વેચવાલી નોંધાઈ હતી.

કોરોના મહામારી સાથે વિશ્વભરમાં વેક્સિનના ડેવલપમેન્ટમાં પ્રગતિ બાદ હવે કોરોનાના અંતના આરંભરૂપી વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થઈ જતાં અને વિશ્વનું અર્થતંત્ર ફરી પુનઃ પટરી પર આવી જવાના આશાવાદ વચ્ચે વિક્રમી તેજીને બ્રેક વાગીને ભારતીય શેરબજારમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક મોરચે અમેરિકામાં તાજેતરમાં કોરોનાના કેસમાં થયેલા વધારા, હોસ્પિટલાઈઝેશન તથા મૃત્યુના આંકને કારણે વૈશ્વિક અર્થતંત્ર ફરી મુશ્કેલીમાં મૂકાયું છે અને આર્થિક પ્રવૃત્તિ તથા રોજગાર નિર્માણ પર ગંભીર અસર પડી છે. અર્થતંત્રની દિશા હજુ પણ કોરાના વાયરસની સ્થિતિ પર જ આધાર રાખી રહી છે. કોરોનાના વધી રહેલા કેસ ઉપરાંત અર્થતંત્રમાં મંદીને ધ્યાનમાં રાખી અમેરિકન ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક વ્યાજ દર શૂન્યની રેકોર્ડ નીચી સપાટીએ જાળવી રાખ્યા છે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફાઈનાન્સ, બેન્કેક્સ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૭ અને વધનારની સંખ્યા ૧૩૨૭ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, નાણા મંત્રી નિર્મલા સિતારમ દ્વારા આજે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના વર્ષ માટે દેશના ઈકોનોમિક સર્વેને સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે, વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી માઈનસ ૭.૭%ના ઘટાડાનુ અનુમાન કરવામાં આવ્યુ છે. આગામી નાણાકીયવર્ષમાં દેશની ઈકોનોમીમાં સુધારો થશે અને ૧૧%નો ગ્રોથ જોવા મળી શકે છે. કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના પગલે દેશની ઈકોનોમીમાં સુસ્તી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગની રેટિંગ એજન્સીઓ પણ જાહેરાત કરી ચુકી છે કે, વર્તમાન વર્ષમાં દેશની જીડીપીમાં ૧૦% સુધીનો ઘટાડો થઈ શકે છે. વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં જીડીપીમાં ૨૪% ટકાનો ઘટાડો નોંધાયો હતો.

કોરોનાને કારણે સરકારી તિજોરી પર આવી પડેલી તૂટને ધ્યાનમાં રાખી આગામી નાણાં વર્ષમાં સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમમાં આક્રમક રીતે આગળ વધશે તેવી ધારણાં રખાઈ રહી છે. વર્તમાન નાણાં વર્ષમાં સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત રૂપિયા ૨.૧૦ લાખ કરોડ ઊભા કરવા સરકાર દરખાસ્ત ધરાવતી હતી, પરંતુ અત્યાર સુધીમાં માત્ર રૂપિયા પંદર હજાર કરોડ જ ઊભા કરી શક્યા છે. સરકાર દ્વારા એલઆઈસીમાં ૧૪થી ૧૫% હિસ્સાનું વેચાણ કરવાની વિચારણા ચાલી રહી છે. લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં પોતાના હિસ્સાના વેચાણની યોજનાના કાર્યક્રમની બજેટમાં જાહેરાત થવા વકી છે.

તા.૦૧.૦૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૯.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ જ્ર ૧૩૭૧૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૪૦૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૩૬૦૬ પોઈન્ટ થી ૧૩૪૭૪ પોઈન્ટ ૧૩૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૦૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૯.૦૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  જ્ર ૩૦૭૨૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૩૧૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૦૩૦૩ પોઈન્ટ થી ૩૦૦૩૩ પોઈન્ટ, ૨૯૯૦૯ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

એપોલો હોસ્પિટલ ( ૨૫૭૬ ) :- હેલ્થકેર ફેસિલિટી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૫૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૫૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૫૯૦ થી રૂ.૨૬૦૬ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૬૨૬ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

એસીસી લિમિટેડ ( ૧૬૧૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટપ!! રૂ.૧૫૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૪૪ થી રૂ.૧૬૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૨૬૮ ) :- રૂ.૧૨૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૧૭ ના બીજા સપોર્ટથી રિયલ્ટી રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૯૨ થી રૂ.૧૩૧૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

વોલ્ટાસ લિમિટેડ ( ૯૦૧ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૧૯ થી રૂ.૯૩૦ ના ભાવની સંભાવના ધરાવે છેપ!! અંદાજીત રૂ.૮૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ભારત ફોર્જ ( ૫૮૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૯૩ થી રૂ.૬૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

જ્યુબિલન્ટ ફૂડ ( ૨૬૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસ્ટોરન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૨૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૫૮૦ થી રૂ.૨૫૩૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૦૬૧ ) :- રૂ.૧૦૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૨૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ઓરબિન્દો ફાર્મા ( ૯૧૩ ) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૪૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૯૮ થી રૂ.૮૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!

ઈન્ડસઈન્ડ બેન્ક ( ૮૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૩૩ થી રૂ.૮૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ટાટા સ્ટીલ ( ૬૦૫ ) :- રૂ.૬૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૮૮ થી રૂ.૫૭૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here