ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાઝના પિતાનું નિધન

0
18
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૧

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને આ ટીમ માટે પસંદ કરાયેલો ઝડપી બોલર મોહમ્મદ સિરાઝ પણ ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. શુક્રવારે સિરાઝના પિતા મોહમ્મદ ઘાઉસનું નિધન થઈ ગયું. તેઓ ફેફસાની બીમારીથી પીડાતા હતા. શુક્રવારે ભારતીય ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે આ સમાચાર આવ્યા હતા પરંતુ સિરાઝને તેની ટ્રેનિંગ બાદ આ સમાચાર આપવામાં આવ્યા હતા.

મોહમ્મદ સિરાઝ સાથે સમસ્યા એ છે કે, ઓસ્ટ્રેલિયન સરકારના કડક નિયમોને કારણે તે પિતાની અંતિમ ક્રિયા માટે ભારત આવી શકે તેમ નથી. તેના પિતાના નિધનના સમાચાર ઝડપથી વાયરલ થઈ ગયા હતા અને ચારે તરફથી સિરાઝને સાંત્વના આપતા સંદેશ આવવા લાગ્યા હતા. મોહમ્મદ સિરાઝે જણાવ્યું હતું કે, મારા પિતા હંમેશાં ઇચ્છતા હતા કે હું દેશનું નામ રોશન કરું. અને હું ચોક્કસપણે આમ કરીશ. શરૂઆતના દિવસોમાં મારા ક્રિકેટના જુસ્સાને ટકાવી રાખવા માટે તેમણે ઓટોરિક્શા પણ ચલાવી છે.

સિરાઝે તાજેતરમાં જ આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની સ્વિંગ બોલિંગની ખૂબ પ્રશંસા થઈ હતી અને આ જ કારણે તેને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટેની ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. તેણે કોલકાતા સામે આઠ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો. એ દિવસે જ તેના પિતાને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પિતા માટે ચિંતિત હોવા છતાં સિરાઝ એ દિવસે શાનદાર પ્રદર્શન કરીને મેન ઓફ ધ મેચ બન્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here