ભારતીય ખેલાડીઓનો ફરી કોરોના વાયરસનો ટેસ્ટ થયો

0
23
Share
Share

આઈપીએલમાં ભાગ લેનાર હાર્દિક, પૃથ્વી અને મોહમ્મદ સિરાજ સહિત ક્રિકેટરોએ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો હતો

નવી દિલ્હી,તા.૨૦

ભારતીય ક્રિકેટ ટીમ અને સહયોગી સ્ટાફ કોરોના વાયરસ તપાસમાં નેગેટિવ આવ્યા છે. ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા સામે શનિવારે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. હાલમાં જ યૂએઈમાં આઈપીએલમાં ભાગ લેનાર હાર્દિક પંડ્યા, પૃથ્વી શો અને મોહમ્મદ સિરાજ સહિત ઘણા ક્રિકેટરોએ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો હતો. બીસીસીઆઈએ ટિ્‌વટર પર ખેલાડીઓના આઉટડોર પ્રેક્ટિસ અને જિમ સત્રની તસવીર મુકી છે. સ્પિનર કુલદીપ યાદવ, ફાસ્ટ બોલર ઉમેશ યાદવ, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર અને ચેતેશ્વર પૂજારા પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. તસવીરોમાં ફાસ્ટ બોલર ટી નટરાજન અને દીપક ચાહર પણ જોવા મળે છે. ભારતીય ટીમ હાલના સમયે ૧૪ દિવસ ક્વોરન્ટાઇ પર છે અને પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે પણ સ્પિનર કુલદીપ સાથે તસવીર ટિ્‌વટર પર મુકી છે. તેણે લખ્યું કે પોતાના ભાઈ કુલદીપ સાથે ભારતીય ટીમમાં વાપસી. ટીમ ઇન્ડિયા પ્રેક્ટિસ કરતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સૌથી પહેલા વન-ડે શ્રેણી રમાશે. ૨૭ નવેમ્બરે પ્રથમ વન-ડે રમાશે. બીજી વન-ડે ૨૯ નવેમ્બરે અને ત્રીજી વન-ડે ૨ ડિસેમ્બરે રમાશે. ૪ ડિસેમ્બરે ટી-૨૦ શ્રેણીનો પ્રારંભ થશે. ૬ ડિસેમ્બરે બીજી અને ૮ ડિસેમ્બરે ત્રીજી ટી-૨૦ મેચ રમાશે. ૧૭ ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે. જે ડે-નાઇટ મુકાબલો રહેશે. બીજી ટેસ્ટ મેચ ૨૬ ડિસેમ્બરથી, ત્રીજી ટેસ્ટ ૭ જાન્યુઆરીથી અને ચોથી ટેસ્ટ ૧૫ જાન્યુઆરીથી રમાશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here