ભારતમાં ૨૦ દિવસમાં જ અઢી ગણો થયો કોરોના ડેથ રેટઃ જુલાઇ વધુ ખતરનાક

0
14
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૨

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ખતરનાક થઈ રહ્યું છે. ૧ જૂને દેશમાં ૨ લાખ લોકો પણ આ વાયરસની ઝપટમાં નહોતા આવ્યા, પરંતુ માત્ર ૨૨ દિવસમાં આ આંકડો સવા ચાર લાખ સુધી પહોંચી ગયો છે. વધતું સંક્રમણ ચિંતાનો વિષય છે જ, પરંતુ તેનાથી પણ ડરાવતી વાત ડેથ રેટ વધવો છે. ભારતમાં માત્ર ૨૦ દિવસમાં કોવિડ-૧૯નો ડેથ રેટ અઢી ગણો વધી ગયો છે. આ દરમિયાન દુનિયાનો ડેથ રેટ પણ વધ્યો છે, પરંતુ તે ભારતના મુકાબલે ઓછો છે.

આ મહિનાની શરૂઆતમાં ભારતમાં કોરોના વાયરસનો ડેથ રેટ ૪ હતો. ભારતે ૨ જૂને કોરોનાના ૨ લાખ કેસનો આંકડો પૂરો કર્યો. ત્યારે પણ દેશમાં ડેથ રેટ ૪ જ હતો. પરંતુ આ મહિનો જેમ-જેમ આગળ વધ્યો, તેમ-તેમ ડેથ રેટ પણ વધતો ગયો. આજની તારીખમાં ડેથ રેટ ૧૦ છે. એટલે કે માત્ર ૨૦ દિવસની અંદર ભારતમાં ડેથ રેટ અઢી ગણો વધી ગયો છે.

મોતના વધતા આંકડા એ લોકો માટે ચેતવણી છે, જે કોવિડ-૧૯ ગંભીરતાથી નથી લઈ રહ્યા અને કોઈ કારણ વગર દ્યરથી બહાર જઈને રસ્તાથી લઈને બજારમાં ભીડ વધારી રહ્યા છે. જો આવી જ સ્થિતિ રહી તો જૂનના અંત અને જુલાઈ સુધી ભારતમાં કોરોનાનો ડેથ રેટ હજુ પણ વધી શકે છે. અનેક રિપોટ્‌ર્સ કહી રહ્યા છે કે જુલાઈ અને ઓગસ્ટમાં ભારતમાં કોરોનો પીક પર હોઈ શકે છે. એવામાં ખતરો ઘણો વધી ગયો છે.

હવે દુનિયાની વાત કરીએ આજે જયારે દેશમાં કોરોનાનો ડેથ રેટ ૧૦ છે, ત્યારે દુનિયાનો સરેરાશ ૬૦ છે. એટલે કે આ વાયરસ પ્રતિ ૧૦ લાખ વસ્તી પર ભારતમાં ૧૦ અને દુનિયામાં ૬૦ લોકો જીવ ગુમાવી રહ્યા છે. નોંધનીય છે કે, જૂનની શરૂઆતમાં દુનિયાનો ડેથ રેટ ૫૨ હતો. સ્પષ્ટ છે કે ભારતમાં ડેથ રેટ વધવાની ઝડપ દુનિયાની સરેરાશ કરતાં દ્યણી વધારે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here