ભારતમાં શોધાયેલ કોરોના વેક્સિન ભારતને વિશ્વ ગુરુ બનાવી શકશે…..?

0
25
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

વિશ્વભરમા કોરોના કેસોની સંખ્યા ૬,૩૭,૯૦,૭૭૪ પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક ૧૪,૮૦,૦૦૧ પર પહોંચી ગયો છે. ભારતમાં કોરોના કેસોની  સંખ્યા ૯૪,૯૯,૪૧૩ ૯૫૦૧  આને ૨૪ કલાકમાં ૫૦૧ મૃત્યુ થતાં મૃતાક  કુલ  ૧,૩૮,૧૫૨ પર પહોંચી ગઇ છે ત્યારે દેશભરમા એક દિવસમાં નવા કેસ ૩૬,૬૦૪ નોંધાયા છે અને આ બધી બાબતો વચ્ચે કોરોના રસી ન આપવા છતાં મેડિકલની સધન સારવારને કારણે ૮૯,૩૨,૬૪૭ દર્દીઓ સાજા થઈ ગયા છે., બીજી તરફ વિશ્વમાં ૧૦ જેટલી કોરોના વેક્સિન શોધાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. જેમા ૩ કોરોના રસી ભારતમાં જ શોધવામાં આવી છે.જેની હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે. કોરોના વેક્સિન માટે વડાપ્રધાન મોદીજીએ ઊંડો રસ લીધો છે.  તેઓએ ગુજરાત, પૂણે, હૈદરાબાદમાં આવેલ જે તે કોરોના વેક્સિનને શોધી કાઢનાર કંપનીની મુલાકાત લઈને કંપની સંચાલકો અને વૈજ્ઞાનિકોને અભિનંદન આપી તેમને પ્રોત્સાહિત કર્યા છે. મોદીજીની આ મુલાકાતનું કારણ કોરોના વેક્સિન નું થનાર દરરોજના ઉત્પાદન, તેની કિંમત ખાસ હોઈ શકે…. કારણ વિદેશથી રસી મંગાવતા અબજો રૂપિયા ખર્ચો થઈ જાય તેમ છે. ઉપરાત વિદેશી રસી સો ટકા સફળ થયો હોવાનો દાવો થતો નથી. જ્યારે કે ભારતમાં જે તે કંપનીઓએ વેક્સિન બનાવી તેમાં લગભગ ૯૯.૫ ટકા સફળતા જોવામાં આવી રહી છે. મતલબ કે ૧૦૦ ટકા સફળ થઈ શકે છે……! તેમજ વિદેશ કરતા સસ્તી કિંમતે મળી શકે છે અને આ બાબતને ધ્યાનમાં લઈ

ભારતમાં કોરોના વેક્સિન આપવાનો ખર્ચ કેટલો આવી શકે તેનો અંદાજ મૂકી નાણાં ફાળવી શકાય. ઉપરાંત વિશ્વના કોરોના સંક્રમિત દેશોમાં પણ કોરોના રસી સપ્લાય કરી ભારતને વિશ્વગુરુ સ્થાપિત કરી શકાય તેમજ અર્થતંત્રને ઝડપથી બેઠું કરવા પણ સફળતા મળી શકે……!

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ ૧,૪૭૭ લોકોને પોતાની ચપેટમાં લઈ લેતા કોરોના સંક્રમિત કેસોની સંખ્યા ૨,૧૧,૨૫૭ પર પહોંચી ગઈ છે. અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ ના મૃત્યુ થતાં કુલ મૃત્યુ આંક ૪૦૦૪ પહોંચી ગયો છે. ત્યારે મેડિકલની સઘન સારવારને કારણે અત્યાર સુધીમાં કુલ ૧,૯૨,૩૬૮ કોરોના દર્દી સાજા થવા પામ્યા છે. તો અમદાવાદ એ કોરોના સંક્રમિતોનુ મુખ્ય મથક બની ગયું હોય તેમ છેલ્લા ૨૪ કલાકમાં ૩૧૧ જેટલા નવા કેસ નોંધાતા કેસોની સંખ્યા ૫૧ હજાર તરફ જવા લાગી છે. આ સમયમા ગુજરાતના ૨ સંસદ સભ્યોના કોરોનાના કારણે લાંબી સારવાર બાદ મૃત્યુ થતા ગુજરાતે પોતાના પનોતા પુત્રો ગુમાવ્યા છે. જેમાં પ્રથમ ગુજરાતમાં કોંગ્રેસના અને કોંગ્રેસના ચાણક્ય ગણાતા- દેશના દરેક પક્ષો સાથે ધરોબો ધરાવતા એહમદ પટેલનું અવસાન થયું તો બીજા ઘણા વર્ષોથી ભાજપ કાર્યકર્તા- એડવોકેટ કે જેઓ પોતાના સામાજિક કાર્યોને કારણે લોકપ્રિય હતા તે ભાજપના સાસદનુ અવસાન થતાં રાજ્યમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. હવે ગુજરાતમાં બે ખાલી પડેલ રાજ્ય સભાની બેઠકો માટે ચૂંટણી આવશે. બીજી તરફ રાજ્ય સરકારે ઇ્‌ઁઝ્રઇ  ટેસ્ટની રાજસ્થાન તથા દિલ્હીના પગલે ટેસ્ટની ફી ઘટાડી દેવના હો નિર્ણય કરવા સાથે અમલ કરાવતાં ખાનગી લેબોરેટરીઓએ  આ ટેસ્ટ માટે લેવાતી ૨૫૦૦ ફી ઘટાડીને રૂપિયા ૮૦૦ કરી નાખી છે. જે કારણે પ્રજામાં રાહત થઈ છે. બીજી તરફ રાજ્યના અનેક શહેરોમાં કોરોના ટેસ્ટ માટે સેન્ટરો ઉભા કરી દેતા આમ પ્રજાનો આવકાર મળ્યો છે. પરંતુ ગંભીર બાબત એ છે કે હાઇકોર્ટે આકરા પગલાં લેવા માટે ચેતવણી આપી છતાં અનેક નાસમજ- અબુધો મોઢે માસ્ક ધારણ કરવાથી દૂર રહે છે જે આમ પ્રજાની કમનસીબી કહીએ તો ખોટું નથી……!

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here