ભારતમાં બની રહેલી કોરોના વાયરસની રસી નાકમાંથી અપાશે

0
26
Share
Share

દેશની બાયોટેક કંપનીએ વૉશિંગ્ટન યુનિવર્સિટી સાથે કોરોના રસી મુદ્દે ડીલ કરી

ન્યુ દિલ્હી,તા.૨૩

દેશમાં કોરોના વાયરસ માટે બની રહેલી વેક્સિન કોરોફ્લૂને વધારે તાકતવર બનાવવા માટે ભારત બાયોટેક કંપનીએ વોશિંગટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન સાથે સમજૂતી કરી છે. આ વેક્સિનની ખાસ વાત એ છે કે તમે તેને ઈન્જેક્શન મારફતે શરીરમાં લગાવતાં નથી, ન તો પોલિયો ડ્રોપની જેમ પીવું પડશે. અને તેને અન્ય કોઈ રીતે તમારા શરીરની અંદર પહોંચાડવામાં આવશે.

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કોરોફ્લૂ નામની વેક્સિન વિકસિત કરી રહ્યું છે. કોરોના વાયરસની સારવાર માટે બનાવવામાં આવી રહેલી આ વેક્સિન શરીરમાં સીરિંઝ નાખીને આપવામાં આવે નહીં. આ વેક્સિનનું એક ડ્રોપ પીડિત વ્યક્તિના નાકમાં નાખવામાં આવશે. ભારત બાયોટેકે આ વેક્સિન અમેરિકા, જાપાન અને યુરોપમાં વેચવા માટે તમામ જરૂરી અધિકાર પ્રાપ્ત કરી લીધા છે.

આ વેક્સિનનું આખું નામ છે- કોરોફ્લૂઃ વન ડ્રોપ કોવિડ-૧૯ નેસલ વેક્સિન. કંપનીનો દાવો છે કે આ વેક્સિન પૂરી રીતે સુરક્ષિત છે. કેમ કે આ પહેલાં પણ ફ્લૂ માટે બનાવવામાં આવેલી દવાઓ સુરક્ષિત હતી. આ વેક્સિનનું ફેઝ ૧ ટ્રાયલ અમેરિકાના સેન્ટ લુઈસ યુનિવર્સિટી વેક્સિન એન્ડ ટ્રીટમેન્ટ ઈવેલ્યુએશન યુનિટમાં થશે. જો ભારત બાયોટેકને પરમિશન મળશે તો તે તેની ટ્રાયલ હૈદરાબાદના જીનોમ વેલીમાં પણ કરશે.

ભારત બાયોટેકના ચેરમેન ડો. કૃષ્ણા એલાએ જણાવ્યું કે, વેક્સિનના ૧૦૦ કરોડ ડોઝ બનાવશે. આ વેક્સિનને કારણે સોય, સીરિંઝ વગેરેનો ખર્ચ નહીં થાય. જેને કારણે વેક્સિનની કિંમત પણ ઓછી થશે. ઉંદર પર કરાયેલ ટ્રાયલમાં તેના સારાં પરિણામ મળ્યા છે. જ્યારે વોશિંગટન યુનિવર્સિટીના નિર્દેશકે કહ્યું કે, નાકથી આપવામાં આવતી વેક્સિન અન્ય રસીઓ કરતાં સારી હોય છે. રસી વાયરસ પર તે જગ્યાએથી જ હુમલો કરવાનું શરૂ કરે છે જ્યાંથી વાયરસ શરૂઆતમાં નુકસાન પહોંચાડવાની શરૂઆત કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here