ભારતમાં ફાઈવ-જી ઇકો સિસ્ટમના વિકાસમાં જિયો ચાવીરુપ ભૂમિકા અદા કરવા સજ્જ…

0
11
Share
Share

જામનગર, તા. ૨૫

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે રિલાયન્સ જિયો ભારતમાં બજારની ગતિશીલતા આધારિત ફાઈવ-જી ઇકો સિસ્ટમના વિકાસમાં ચાવીરુપ ભૂમિકા અદા કરવા માટે સજ્જ છે. મોબાઇલ સેવાઓની ફ્લોર પ્રાઇઝ વિશે કંપનીએ નોંધ્યું છે કે ઓપરેટર્સ દ્વારા ડિસેમ્બરમાં ટેરિફમાં કરાયેલા વધારાના પરિણામે બજારની ગતિશીલતા સુધરી છે.

કંપનીના અહેવાલમાં વધુમાં જણાવાયેલ કે, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન સરકારે સ્પેકટ્રમની હરાજીનો વધુ એક રાઉન્ડ હાથ ધરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. વાર્ષિક અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, જિયો તેના ફાઈવ-જી-રેડી નેટવર્ક અને વ્યાપક ફાઇબર એસેટ સાથે ભારતમાં ફાઈવ-જી ઇકો સિસ્ટમના વિકાસમાં ચાવીરુપ ભૂમિકા ભજવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ શેરધારકોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ભારતમાં હજી લાખો ટુ-જી ફોનધારકો છે, જે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતાં નથી. ટુ-જીમાંથી ફોર-જી યુગ અને તેની આગળના યુગમાં પરિવર્તિત થવા માટેની ત્વરિત જરુરિયાત પર પ્રકાશ પાડવાની સાથે આ યુગ પરિવર્તનમાં જિયો પાસે રહેલી તકો ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષ દરમિયાન જિયો ફોને ૧૦૦ મિલિયન જૂના ફીચર ફોન (ટુ-જી)યુઝર્સને ફોર-જી નેટવર્કમાં સફળતાપૂર્વક પરિવર્તિત કર્યા છે.

વિશેષમાં મુકેશ અંબાણીએ નોંધ્યું હતું કે, જિયોની ખાસ ભારત માટે ટેક્નોલોજી ઊભી કરવાની અને સમગ્ર દેશમાં તેનો પ્રસાર કરવાની ક્ષમતાએ ફેસબૂક અને માઇક્રો સોફ્ટ જેવા વૈશ્વિક ટેક્નોલોજી અગ્રણીઓને રોકાણ કરવા પ્રેરિત કર્યા છે. (૩૧ માર્ચ, ૨૦૨૦ મુજબ) ૩૮૭.૫ મિલિયન મોબાઇલ ડેટા સબસ્ક્રાઇબર્સ સાથે રિલાયન્સ જિયો ટેલિકોમ વિશ્વમાં તેના સબસ્ક્રાઇબર્સમાં સતત અભૂતપૂર્વ વધારો કરી રહ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here