ભારતમાં થશે રશિયન કોરોના વેક્સીનની ટ્રાયલ, DCGI એ આપી મંજૂરી

0
12
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૭

ભારતમાં રશિયાની કોરોના વેક્સીન સ્પુતનિકનું સીધા બીજા ફેઝનું ટ્રાયલ શરૂ થશે. નવી સમજૂતી પ્રમાણે બીજા અને ત્રીજા ફેઝના ટ્રાયલમાં કુલ ૧૫૦૦ વ્યક્તિઓ સામેલ થશે. ભારતમાં સ્પુતનિક કોરોના વેક્સીનની ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થશે. ડ્રગ કંટ્રોલ બોડીએ તેના માટે મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે સમગ્ર વિશ્વમાં કોરોના વેક્સીન તૈયાર કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. ચીન અને રશિયા જેવા દેશોએ પોતાની વેક્સીન તૈયાર કરી લીધી છે.

રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ) અને ડોક્ટર રેડ્ડીસ લેબોરેટરીઝ લિમિટેડને ભારતમાં રશિયાની કોવિડ-૧૯ વેક્સીનના અંતિમ સ્ટેજના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. સ્પુતનિક-૫ વેક્સીને ભારતમાં મોટા પ્રમાણમાં ટ્રાયલ્સની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ બાદમાં ભારતીય રેગ્યુલેટર્સે તે મંજૂરી પાછી ખેંચી લીધી હતી. તેમણે કહ્યું હતું કે રશિયામાં આ વેક્સીનની ફેઝ-૧ અને ફેઝ-૨ની ટ્રાયલ ઘણા ઓછા પ્રમાણમાં થઈ હતી.

વિદેશોમાં વેક્સીનનું માર્કેટિંગ કરી રહેલી આરડીઆઈએફ એ શનિવારે જણાવ્યું હતું કે નવા કરાર પ્રમાણે ભારતમાં હવે રશિયન વેક્સીનના બીજા અને ત્રીજા ફેઝની ટ્રાયલ શરૂ થશે. જેમાં ૧૫૦૦ લોકો ભાગ લેશે. આ કરાર પ્રમાણે ડોક્ટર રેડ્ડીસ ક્લિનિકલ ટ્રાયલ કરશે અને ભારતમાં તે વેક્સીનનું વેચાણ કરશે. આરડીઆઈએફ ડોક્ટર રેડ્ડીસને ૧૦૦ મિલિયન ડોઝ આપશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here