ભારતમાં કોરોનાના કુલ કેસ ૯૦ લાખને પાર, અમેરિકા બાદ બીજો દેશ બન્યો

0
24
Share
Share

૪,૪૩,૭૯૪ લાખ એક્ટિવ કેસ, ૮૪,૨૮,૪૦૯ લાખ લોકો ડિસચાર્જ/રિકવર થયા, અત્યાર સુધી આશરે ૧૩ કરોડ સેમ્પલની તપાસ કરવામાં આવી

ન્યુ દિલ્હી,તા.૨૦

ભારતમાં કોરોના વાયરસના કેસ ૯૦ લાખની પાર થઇ ગયા છે. ૨૦ નવેમ્બરે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ ૯૦,૦૪,૩૬૫ પર પહોચી ગયા છે જેમાંથી ૪,૪૩,૭૯૪ લાખ એક્ટિવ કેસ છે અને ૮૪,૨૮,૪૦૯ લાખ લોકો ડિસચાર્જ/રિકવર થઇ ગયા છે. અત્યાર સુધી ૧,૩૨, ૧૬૨ લાખ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. ભારત વિશ્વમાં બીજો દેશ છે, જ્યા કોરોનાના કેસ ૯૦ લાખથી વધુ છે, તેનાથી વધુ કેસ અમેરિકામાં છે. કોરોના વાયરસ ઇન્ફેક્શનની તપાસ માટે ભારતમાં અત્યાર સુધી આશરે ૧૩ કરોડ સેમ્પલની તપાસ કરવામાં આવી ચુકી છે.

ભારતમાં ૭ ઓગસ્ટે કોરોનાના કેસની સંખ્યા ૨૦ લાખને પાર થઇ ગઇ હતી. ૫ સપ્ટેમ્બરે કેસ ૪૦ લાખને પાર થઇ ગયા છે, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખનો આંકડો પાર થયો હતો. ૧૧ ઓક્ટોબરે ભારતમાં ૭૦ લાખ કેસ હતા અને ૨૮ ઓક્ટોબરે કેસની સંખ્યા ૮૦ લાખને પાર થઇ ગઇ હતી.

ભારતમાં કેસોની સંખ્યા ૮૦ લાખથી ૯૦ લાખ પહોચવામાં આશરે ૨૨થી ૨૩ દિવસનો સમય લાગ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં એક્ટિવ કેસની સંખ્યામાં રોજ ઘટાડો નોંધાતો રહ્યો છે. ૧ ઓક્ટોબરે ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ૯ લાખ ૪૦ હજાર ૭૦૫ હતી, જે ૨૦ નવેમ્બરે ૪ લાખ ૪૩ હજાર ૭૯૪ સુધી આવી ગઇ છે. એક જ મહિનાની અંદર ભારતના એક્ટિવ કેસ આશરે પાંચ લાખ સુધી ઓછા થઇ ગયા છે. એક પોઝિટિવ વાત આ પણ છે કે ગત ૪૭ દિવસમાં રોજના નવા કેસના મુકાબલે, રિકવરી કેસ વધુ આવ્યા છે.

દેશમાં અમદાવાદ અને દિલ્હીમાં કોરોનાના વધતા કેસ સરકાર માટે ચિંતાનો વિષય છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી રોજના ૫ હજારથી વધુ રેકોર્ડ કેસ સામે આવ્યા છે જ્યારે અમદાવાદમાં ફરી ૨૦૦થી વધુ રોજના કેસ સામે આવી રહ્યા છે. દિલ્હીમાં વધતા કેસને જોતા દિલ્હી સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બેઠક પણ મળી હતી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં લગ્નમાં મહેમાનોની સંખ્યાને ૨૦૦થી ઓછી કરીને ૫૦ કરી દીધી છે. બીજી તરફ માસ્ક ના પહેરવા પર દંડની રકમ ૫૦૦થી વધારીને ૨૦૦૦ કરી દીધી છે. દિલ્હી સરકારે સાવચેતીના ભાગ રૂપે હોસ્પિટલમાં કોરોના માટે બેડ પણ રિઝર્વ કર્યા છે, સાથે જ આઇસીયુ બેડ્‌સની પણ સંખ્યા વધારવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here