ભારતમાં કુપોષણ હજુય અભિશાપ

0
24
Share
Share

એકબાજુ  ભારત દુનિયાના બીજા સૌથી મોટા ખાદ્યાન્ન ઉત્પાદક દેશ તરીકે છે તો બીજી બાજુ કુપોષણના આંકડા વિચારણા કરવા માટે મજબુર કરે છે. વિકાસના તમામ મોટા મોટા દાવા છતાં ભારત હજુ પણ ભુખમરા અને ગરીબી જેવી મુળભુત સમસ્યામાં ગ્રસ્ત છે. આ બંને સમસ્યાને દુર કરવાના પ્રયાસ યુદ્ધના સ્તરે કરવામાં આવી રહ્યા હોવા છતાં પરિણામ ૧૦૦ ટકા મળી રહ્યા નથી. સમય સમય પર થનાર અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે તમામ પ્રકારની સારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હોવા છતાં દેશમાં ભુખમરા અને ગરીબી પર લગામ લગાવી દેવામાં સફળતા મળી નથી. વર્તમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા વ્યાપક સ્તર પર ખાદ્ય સુરક્ષા અને ગરીબી વિરોધી કાર્યક્રમ ચલાવી દેવામા ંઆવ્યા છે. તેમ છતાં પુરતા પ્રમાણમાં પરિણામ મળી રહ્યા નથી. તમામ પ્રકારની યોજનાનો લાભ લેનાર લોકો અને નહીં લેનાર લોકોની સંખ્યામાં ખુબ અંતર છે. જે સાબિત કરે છે કે પ્રાથમિકતાના સ્તર પર કમી જોવા મળે છે. દેશમાં એક તૃતિયાંશ કરતા વધારે બાળકો આજે પણ કુપોષણના શિકાર થયેલા છે. અમે ખુશ થઇ શકીએ છીએ કે છેલ્લા એક દશકના ગાળામાં કુપોષણમાં ઘટાડો થયો છે. પરંતુ સંપૂર્ણ ચિત્ર પર નજર કરવામાં આવે તો હજુ નિરાશા હાથ લાગે છે. ખુશી સ્થાયી થઇ શકે તેમ નથી. સામાન્ય રીતે અમારે ત્યાં સામાન્ય કુપોષણગંભીર રીતે કુપોષણ એક મહામારી તરીકે દેખાય છે. કુપોષણ ભારતમાં એક મહામારીની જેમ મોટી સંખ્યામાં બાળકોને તેના સકંજામાં આવી લે છે. આ સમસ્યાને હાથ ધરવા માટે જે પગલા લેવામાં આવી રહ્યા છે તે પગલા પુરતા અસરકારક સાબિત થઉ રહ્યા નથી. ભુખમરાની સામે લડાઇમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, વૈશ્વિક સંગઠનો અને સ્થાનિક તંત્ર પોત પોતાની રીતે કામ કરે તે જરૂરી છે. તમામ સંબંધિતો પોત પોતાના કાર્યક્રમોને વધારે સારા સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તે જરૂરી છે. કેટલાક રિપોર્ટ તો સાફ શબ્દોમાં ઇશારો કરે છે કે પુરતા પ્રમાણમાં પોષણની ખાતરી કરવામાં દેશ નિષ્ફળ છે. અલબત્ત કુપોષણના સ્તરને ઘટાડી દેવા માટેના પ્રયાસમાં કેટલાક સ્તરમાં ઘટાડો થયો છે. ગંભીર રીતે કુપોષણનો શિકાર રહેલા બાળકોની ટકાવારી વર્ષ ૨૦૦૫-૦૬માં ૪૮ ટકા હતી તે હવે ઘટીને ૨૦૧૫-૧૬માં ૩૮.૪ ટકા જેટલી થઇ હતી. ભારતમાં પાંચ વર્ષથી નીચેની વયના બાળકોમાં કુપોષણનુ પ્રમાણ ૩૫.૭ ટકાની આસપાસ છે. જેમાં બિહારમાં સંખ્યા સૌથી વધારે ૪૮.૩ ટકાની આસપાસ છે. ત્યારબાદ ઉત્તરપ્રદેશ, ઝારખંડ, મેઘાલય અને અન્ય રાજ્યો આવે છે. કુશળ મેનેજમેન્ટવાળા રાજ્યોમાં કેરળ, ગોવા, મેઘાલય તમિળનાડુ અને અન્ય રાજ્યો છે. જે રાજ્યોમાં સરકાર પરિવાર નિયોજન, જન્મ આરોગ્ય કાર્યક્રમની અવગણના કરી રહી છે ત્યાં કુપોષણની સમસ્યા સૌથી વિકટ અને ગંભીર બનેલી છે. જ્યારે દેશમાં અપાર સંશાધન છે અને પુરતા  પ્રમાણમાં નાણાંકીય વ્યવસ્થા છે ત્યારે ભુખમરાની સમસ્યાનો ઉકેલ કેમ આવી રહ્યો નથી તે પ્રશ્ન તમામને સતાવી રહ્યો છે. કુપોષણ કોઇ પણ દેશ માટે અથવા તો સમાજ માટે સૌથી મોટી સંખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત કુપોષણને લઇને વાત કરી ચુક્યા છે. સરકાર વર્ષ ૨૦૨૨ સુધી દેશમાં કુપોષણના હાલના સ્તરને ઘટાડીને ૨૫ ટકા સુધી નીચે લાવવા માટે ઇચ્છુક છે. જો કે આના માટે ભારતને વર્તમાન ગતિને બે ગણી કરવાની જરૂર દેખાઇ રહી છે. આશા રાખી શકાય છે કે કુપોષણની સામે ચારેબાજુથી લડાઇ શરૂ કરવામાં આવે તો સફળતા મળી શકે છે. સરકારના પોષણના અભિયાનથી જ કુપોષણની સમસ્યાનો ઉકેલ આવશે.  કુપોષણની સમસ્યા કોઇ પણ સમાજ માટે શરમજનક બાબત ગણી શકાય છે.

ભારત જ નહીં બલ્કે સમાજના જુદા જુદા વર્ગોના લોકો પણ આ દિશામાં નવી પહેલ કરી શકે છે. આના કારણે સમસ્યાને હળવી કરવામાં મદદ મળી શકે છે. ભારતમાં કુપોષણની સામે લડાઇ ટુંકી નથી. આ લડાઇ લાંબી છે. સમસ્યાનો ઉકેલ એ વખતે જ આવી શકે છે જ્યારે આ પડકારને મજબુત ઇચ્છાશક્તિ અને પ્રાથમિકતા સાથે હાથ ધરવાની જરૂર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here