સિડની,તા.૧૨
ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમએ ખૂબ જ ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં વધુ એક નામ જોડાઇ ગયું છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયાની સામે બ્રિસબેન ટેસ્ટમાંથી બહાર કરી દેવાયા છે. બુમરાહ ભારતીય ફાસ્ટ બોલિંગ એટેકનો મહત્વપૂર્ણ ભાગ છે. બુમરાહને સિડનીમાં ત્રીજી ટેસ્ટ દરમિયાન માંસપેશીઓ ખેંચાય ગઇ હતી.
અહેવાલ છે કે બુમરાહના સ્કેન રિપોર્ટમાં સ્ટ્રેન દેખાઇ રહ્યા છે અને ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને રમાડીને કોઈ જોખમ લેવા માંગતું નથી. ઇંગ્લેન્ડ સામે ભારતે ચાર ટેસ્ટ મેચની ઘરેલુ સિરીઝ રમવાની છે તેને જોતાં ટીમ મેનેજમેન્ટ બુમરાહની ઈજામાં વધારો થવાનું જોખમ લેવા માંગતા નથી.
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે સિડનીમાં ફિલ્ડિંગ કરતી વખતે જસપ્રિત બુમરાહને એબડૉમિનલ સ્ટ્રેન થયું હતું. તેઓ બ્રિસબેન ટેસ્ટમાં રમશે નહીં. જો કે તેઓ ઇંગ્લેન્ડની સામે શ્રેણી માટે ઉપલબ્ધ રહી શકે છે.
અપેક્ષા છે કે બે ટેસ્ટ મેચ રમનાર મોહમ્મદ સિરાજ જ ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. તેની સાથે જ નવદીપ સૈની પણ ટીમનો ભાગ બનશે. શાર્દુલ ઠાકુર અને ટી.નટરાજનને પણ ૧૫મી જાન્યુઆરીથી શરૂ થનારી ટેસ્ટ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં પણ સ્થાન મળી શકે છે.