ભારતનું અર્થતંત્ર ૨૦૨૦માં ૫.૪ ટકા ગબડશેઃ યુએન

0
21
Share
Share

યુએન,તા.૨૪

કોરોના મહામારીને કારણે ભારતનું અર્થતંત્ર ૨૦૨૦માં ૫.૪ ટકા ગબડશે, એમ સંયુક્ત રાષ્ટ્રસંઘે જણાવતા ચેતવણી આપી હતી કે આની આડઅસર આગામી વર્ષે પણ જોવા મળશે તથા આ પડતીને કારણે લોકોને કાયમી ધોરણે આવક ગુમાવવાનો વારો આવશે.

યુએન કોન્ફરન્સ દ્વારા ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (યુએનસીટીએડી) પર તૈયાર કરવામાં આવેલા ધ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ, ૨૦૨૦માં જણાવવામાં આવ્યું હતું કે કોરોના મહામારીને કારણે હજી સુધી સ્થિતિ કાબૂમાં ન આવવાને કારણે વિશ્ર્‌વનું અર્થતંત્ર મંદીનો સામનો કરી રહ્યું છે.

વૈશ્રિ્‌વક અર્થતંત્ર ચાલુ વર્ષે અંદાજે ૪.૩ ટકા ગબડશે તથા વર્ષના અંત સુધી વૈશ્રિ્‌વક ઉત્પાદનમાં છ ટ્રિલિયન ડોલર કરતા ઓછું હશે જેનો અંદાજ કોરોના વાઇરસ ફેલાવાના પહેલા જ અર્થશાસ્ત્રીઓએ લગાવ્યો હતો.

ટૂંકમાં બ્રાઝિલ, ભારત અને મેક્સિકોનું અર્થતંત્ર સંપૂર્ણ રીતે ધોવાઇ જવાને કારણે તેની અસર વૈશ્રિ્‌વક અર્થતંત્ર પર પડશે. ઘરેલું કાર્યક્ષેત્રમાં ઘટાડો થવાને કારણે આંતરરાષ્ટ્રીય અર્થતંત્રમાં ઘટાડો થશે, વેપાર ચાલુ વર્ષે વીસ ટકાનો ઘટાડો થશે, વિદેશી રોકાણમાં ૪૦ ટકાનો ઘટાડો થશે અને રેમિટન્સમાં ૧૦૦ અબજ ડોલર કરતા વધુનો ઘટાડો થશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here